બે બહેનો લડતી હોય ત્યારે ભાઈઓ કેમ પાછા પડે…Uddhav Thackerayએ માર્યા ચાબખાં
નવી દિલ્હીઃ ઈન્ડિયા બ્લોકના તમામ પક્ષોએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહારેલીનુ આયોજન કર્યું છે. રેલીમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાષણ આપતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બે બહેનો લડતી હોય ત્યારે ભાઈઓ કેમ ચુપ બેસી રહે. આ વાત તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરિવાલના પત્ની સુનીતા કેજરીવાલ અને હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને સંબોધી કહી હતી. ઉદ્ધવે કહ્યું કે હું તેમને કહેવા માગુ છું કે અમે બધા તેમની સાથે છીએ. આ સાથે તેમણે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે એક દેશ એક વ્યક્તિ તેવી વ્યવસ્થા નહીં ચાલે. દેશ તાનાશાહી તરફ ચાલી રહ્યો છે. આ આશંકા નથી, પણ હકીકત છે. તેમણે એમ પણ કહ્યું કે અમારા સાથી મિત્રો જેલમાં છે, પણ અમે લડત આપીશું. દેશમાં હવે ગઠબંધન સરકાર લાવવાનો સમય પાકી ગયો છે. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં નવું સૂત્ર આપ્યું છે. અબકી બાર ભાજપ તડીપાર…
આ રેલીમાં કૉંગ્રેસ સહિત તમામ દિગ્ગજ નેતાઓ છે. સુનીતા કેજરીવાલ પણ ભાષણ આપશે તેવી માહિતી મળી છે.