ઉદયપુરમાં સ્ટેબિંગઃ પીડિતના પરિવારજનોએ દાવો કર્યો કે તેમને હોસ્પિટલમાં જવા ન દીધા

જયપુર: જે છોકરાને એના સહાધ્યાયી દ્વારા છરો મારવાની ધટના બાદ ઉદયપુરમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી, તેના પરિવારના સભ્યોએ રવિવારે શહેરમાં એક રેલીમાં ભાગ લીધો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમને હોસ્પિટલમાં પીડિતને જોવાની મંજૂરી આપવામાં આવી નથી.
ઉદયપુરના મુખર્જી નગર ચોકથી શરૂ થયેલી રેલીમાં છોકરાના પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા. પરિવારના સભ્યોને છોકરાને જોવાની મંજૂરી આપવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કરતા, રેલી એમબી હોસ્પિટલ પહોંચી હતી.
ઉદયપુરના એસપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે “પરિવારના સભ્યોને છોકરાને મળવા ન દેવા વિશે કેટલીક મૂંઝવણ હતી પરંતુ, તેમને આમ કરવાની મંજૂરી છે. તે છોકરાની હાલત સ્થિર છે પરંતુ ગંભીર છે અને ટૂંક સમયમાં તેના વિશે મેડિકલ બુલેટિન પણ બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચો : ઉદયપુર ચાકૂબાજીની ઘટના બાદ આરોપીના મકાન પર ફેરવાયું બુલડોઝર
ગોયલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ હજી સ્થગિત રખાઇ છે, જોકે આજે બજાર ખુલ્લું હતું. આ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ પણ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો