ઉદયપુરમાં ગુજરાતથી બસ ભરીને ગયેલા રેવ પાર્ટીમાં ઝડપાયા, એન્ટ્રી ફી 5000 હતી...

ઉદયપુરમાં ગુજરાતથી બસ ભરીને ગયેલા રેવ પાર્ટીમાં ઝડપાયા, એન્ટ્રી ફી 5000 હતી…

ઉદયપુર : ઉદયપુર પોલીસે એક રેવ પાર્ટીમાં છાપો મારીને 50 યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલામાં 39 યુવક અને 11 યુવતીઓ સમાવેશ થાય છે. આ અંગે મળતી માહિતી મુજબ ગણેશ હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી.

જેની બાદ પોલીસે ટીમ સાથે હોટલમાં છાપો માર્યો હતો. રેવ પાર્ટીમાં પોલીસને મોટી માત્રામાં નશીલા પદાર્થો પર મળી આવ્યા છે. આ પાર્ટીમાં સામેલ થવા માટે 5000 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ રેવ પાર્ટીમાં ઝડપાયેલા મોટાભાગના લોકો ગુજરાતી છે. આ લોકો આ પાર્ટી માટે ઉદયપુર આવ્યા હતા. પોલીસે આ પાર્ટીમાંથી ધરપકડ કરાયેલા લોકોને લઈ જવા માટે એક બસની જરૂર પડી હતી.

પાંચ હજાર રૂપિયા એન્ટ્રી ફી
રેવ પાર્ટી અંગે એસપી યોગેશ ગોયલે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે નાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની કોડીયાત રોડ પર આવેલી ગણેશ હોટલમાં રેવ પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. જેને વિશ્વજીત સોલંકી નામના વ્યક્તિએ યુવતીઓને બોલાવીને રેવ પાર્ટી આયોજિત કરી હતી.તેમજ આ પાર્ટીમાં સામેલ દરેક વ્યક્તિ પાસેથી પાંચ હજાર રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવતી હતી.

બે પોલીસ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓને આની માહિતી મળી હતી. તેમજ આ પાર્ટીમાં સામેલ થવા ગુજરાતથી લોકો બસ ભરીને આવ્યા હતા.તેમજ તેમાં સ્થાનિક લોકો પણ સામેલ હતા. તેમજ પાંચ હજાર
રૂપિયા આપીને તેમાં કોઈપણ જઈ શકતું હતું. જેના પગલે બે પોલીસ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યા
હતા. જ્યાં તેમણે જોયું છે રેવ પાર્ટી ચાલી રહી હતી. તેમજ યુવતીઓ ડાન્સ કરી રહી હતી. તેમની પર નોટો ઉડાવવામાં
આવી રહી હતી.

પોલીસે આ કેસમાં તમામ લોકોની ધરપકડ કરી
જેની બાદ પોલીસે સમગ્ર ટીમ સાથે હોટલ પર છાપો મારીને યુવક અને યુવતીઓની ધરપકડ કરી હતી. તેમજ હોટલ માલિક અને દલાલની પણ ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં તમામ લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. તેમજ તેમની પૂછપરછ પણ શરુ કરી છે.

આ પણ વાંચો…રેવ પાર્ટીના કેસમાં ખડસેના જમાઈની ધરપકડ શંકાસ્પદ: સંજય રાઉત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button