યુપીના બરેલીમાં બે વાહન વચ્ચે ટક્કર: આઠ ભડથું | મુંબઈ સમાચાર
નેશનલ

યુપીના બરેલીમાં બે વાહન વચ્ચે ટક્કર: આઠ ભડથું

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં એસયુવી અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થતા આગ ફાટી નીકળી હતી. આ ગંભીર અકસ્માતમાં આઠ લોકો દાઝીને મૃત્યુ પામ્યા હોવાનું પોલીસે રવિવારે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ એસયુવીના ડ્રાઇવરે ટાયર પંચર થતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તાની વિરુદ્ધ દિશામાં જઇ ચઢ્યું હતું. પરિણામે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રક સાથે એસયુવી અથડાઇ હતી. આ અકસ્માત શનિવારની મોડી રાત્રે બરેલી-નૈનીતાલ રોડ પર દુભૌરા ગામ નજીક થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં એસયુવી આગની લપેટમાં આવી ગઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક સુશીલ ચંદ્રભાણે બાળક સહિત આઠ લોકોના મોતની પૃષ્ટિ કરી હતી. મૃતકોની ઓળખ હજુ બાકી છે. આ અકસ્માતની વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button