ટોપ ન્યૂઝનેશનલ

Jammu Kashmir માં અનુભવાયા ભૂકંપના બે આંચકા, જાન માલનું કોઇ નુકશાન નહિ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે સવારે ભૂકંપના(Earthquake)આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ બારામુલ્લા અને કુપવાડામાં એક પછી એક ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ છે.ભૂકંપના કારણે જાન માલના નુકસાનના કોઈ સમાચાર નથી.

બારામુબાલામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપનો આંચકો

જેમાં મળતી માહિતી મુજબ બારામુબાલામાં આજે સવારે 6.45 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બારામુલાથી 74 કિલોમીટર દૂર ભૂગર્ભમાં હતું. તેની તીવ્રતા 4.9 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનો બીજો આંચકો 6.52 મિનિટે આવ્યો હતો. તેનું એપી સેન્ટર બારામુલાથી 74 કિમી દૂર 10 કિમી ભૂગર્ભમાં હતું. તેની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. આ ઉપરાત પૂંચમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે ઘણા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. જો કે આ ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ નથી.

જુલાઈમાં બારામુલ્લામાં ભૂકંપ આવ્યો હતો

આ પૂર્વે જુલાઈમાં બારામુલ્લામાં ભૂકંપ આવ્યો હતો. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં બપોરે 12.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 34.32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 74.41 ડિગ્રી પૂર્વ રેખાંશમાં પાંચ કિમી ભૂગર્ભમાં હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button