બીજિંગમાં બે ટ્રેનો અથડાઇ: ૫૧૫ ઘાયલ | મુંબઈ સમાચાર
નેશનલ

બીજિંગમાં બે ટ્રેનો અથડાઇ: ૫૧૫ ઘાયલ

બેઇજિંગ: બીજિંગમાં ભારે બરફમાં બે સબવે ટ્રેનો અથડાતા થયેલા અકસ્માતમાં ૫૧૫ જણ ઘાયલ થયાં હતાં અને એમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ગુરુવારે સાંજે બીજિંગનાં પર્વતીય પશ્ર્ચિમમાં ચાંગપિંગ લાઇનના ઉપરના ભાગ પર બની હતી. સિટી ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લપસણો ટ્રેકને લીધે આગળની ટ્રેન પર સ્વચાલિત બ્રેકિંગ લાગી હતી અને પાછળથી આવતી એક ટ્રેન સ્કિડમાં થઈ હતી અને સમયસર બ્રેક ન લાગતાં બને અથડાઇ હતી. ઇમરજન્સી તબીબી કર્મચારીઓ, પોલીસ અને પરિવહન સત્તાવાળાઓએ પ્રતિક્રિયા આપી અને લગભગ ૧૧ વાગ્યા સુધીમાં તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button