અમેરિકામાં ગુજરાતી સહિત બે જણની ધરપકડ | મુંબઈ સમાચાર
નેશનલ

અમેરિકામાં ગુજરાતી સહિત બે જણની ધરપકડ

ન્યૂ યોર્ક : ભારતીય મૂળના બે ઈસમની વિઝાની છેતરપિંડીના ગુનાસર ધરપકડ કરાઈ હોવાની માહિતી સત્તાવાળાઓએ આપી હતી. આ બે ઈસમ અગાઉથી નક્કી કરીને લૂંટ ચલાવતા જેથી ભોગ બનેલાઓ ઈમિગ્રિશન એટલે કે વસાહતી વિઝાનો લાભ મેળવી શકે. જો ગુના સાબિત થશેે તો બન્નેને પાંચ વષર્ની જેલની સજા, ત્રણ વર્ષની દેખરેખવાલી મુક્તિ અને ૨,૫૦,૦૦૦ અમેરિકન ડોલરના દંડની સજા થઈ શકે.

૩૬ વર્ષના રામભાઈ પટેલ અને ૩૯ વર્ષના બલવિન્દર સિંહ પર વિઝાની છેતરપિંડી કરવાના કાવતરાના આરોપો મુૂકાયા છે. ૧૩મી ડિસેમ્બરે રમાભાઈ પટેલની સિએટલ અને બલવિન્દરની મેસેચ્યુસેટ્સમાંથી ધરપકડ કરાઈ હતી, એવી માહિતી અમેરિકન એટ્ટનીની મેસેચ્યુસેટ્સની કચેરીએ આપી હતી.

સત્તાવાર દસ્તાવેજો સૂચવે છે કે પટેલ અને
તેના બલવિન્દર સહિતના સહકાવતરાખોરે અમેરિકાના ઓછામાં ઓછા આઠ કન્વિનીયન્સ સ્ટોર અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં ગોઠવણ કરીને સશસ્ત્ર ધાડ પાડી હતી. આમાંની ઓછામાં ઓછી ચાર રોબરી તો મેસેચ્યુસેટ્સમાં કરી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગોઠવણ કરેલી પૂર્વનિર્ધારિત લૂંટનો હેતુ ક્લાર્ક એવો દાવો કરી શકે કે અમે હિંસક ગુનાનો ભોગ બન્યા છીએ અને યુ-નોનઈમિગ્રેશન સ્ટેટસ (યુ- વિઝા)માં અરજી કરી શકે. નિવેદનમાં સમજાવવામાં આવ્યું છે કે અમુક ગુનાને લીધે માનસિક કે શારીરિક સિતમના ભોગ બનેલાઓ અને ગુનાહિત પ્રવૃત્તિની તપાસમાં અને કાનૂની કાર્યવાહીમાં સહકાર આપનારને યુ-વિઝાની અરજી કરી શકે.

આ કથિત ગોઠવેલી લૂંટમાં લૂંટારો સ્ટોર ક્લાર્ક અને/કે માલિકને હથિયાર જેવી દેખાતી વસ્તુથી ધમકાવીને રજિસ્ટરમાંથી રોકડ રકમ લઈને ભાગી જાય. આખી લૂંટ સ્ટોરના કેમેરામાં કેદ થઈ જાય. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button