રાજસ્થાનમાં જયપુર નજીક હાઈ ટેન્શન કેબલ સાથે બસ ટકરાતા વીજ કરંટથી બે મજૂરના મોત | મુંબઈ સમાચાર
નેશનલ

રાજસ્થાનમાં જયપુર નજીક હાઈ ટેન્શન કેબલ સાથે બસ ટકરાતા વીજ કરંટથી બે મજૂરના મોત

ટોડી : રાજસ્થાનના જયપુર નજીક મનોહરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ટોડી ગામમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં મજૂરોથી ભરેલી એક બસ હાઈ ટેન્શન સાથે ટકરાતા વીજ કરંટ લાગતા બે મજૂરના મોત થયા છે. જયારે છ જેટલા મજૂર દાઝી ગયા છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મજૂરોએ બચવા માટે નાસભાગ કરીને ચીસાચીસ કરી

આ અંગે મળતી માહિતી મુજબ મજૂરો ભરેલી બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુર ટોડી સ્થિત ઈંટના ભઠ્ઠા પર જતી હતી. પરંતુ તે જયારે 11 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી હતી. ત્યારે બસ તેના સંપર્કમાં આવી હતી અને બસમાં કરં તેમજ તેમાં આગ લાગી હતી. જેના લીધે મજૂરોએ બચવા માટે નાસભાગ કરીને ચીસાચીસ કરી હતી.

ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ મજૂરો જયપુર રિફર

જયારે આ ઘટનાની જાણ થતા જ મનોહરપુર પોલીસ અને વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘાયલોને નજીકમાં શાહપુરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ મજૂરો જયપુર રિફર કરવામાં આવ્યા છે. તેમજ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસે મૃતકોના શબને પોસ્ટ મોર્ટમ માટે શબ ઘરમાં રાખ્યા છે. તેમજ આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પર પ્રકાશમાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી હતી. તેમજ બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર પહોંચ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button