પેશાવરમાં આત્મઘાતી હુમલામાં બેનાં મોત | મુંબઈ સમાચાર
નેશનલ

પેશાવરમાં આત્મઘાતી હુમલામાં બેનાં મોત

પેશાવર : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે બૉંબધડાકામાં ઓછામાં ઓછા બે જણ મરણ પામ્યા હતા અને એક જણને ઈજા થઈ હતી. પેશાવરના નઝીર બાગ રોડના બોર્ડ બજારમાં આ ઘટના બની હતી. બૉંબ મોટરબાઈકમાં મુકાયો હતો. ખૈબર ટીચિંગ
હૉસ્પિટલમાં મૃતદેહો રખાયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે.
અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક અને બિનસમર્થિત અહેવાલો પ્રમાણે વિસ્તારમાં પાર્ક કરાયેલી મોટરસાઈકલમાં વિસ્ફોટકો રખાયા હતા. ધડાકાના સ્થળને કોર્ડન કરાયું છે અને બચાવ કામગીરી ચાલુ છે.
જોકે ધડાકાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી. મુખ્ય પ્રધાન કેપીકે અલી અમીન ગંડાપુરે બૉમ્બધડાકાની ટીકા કરી છે અને પોલીસે પાસે અહેવાલ માગ્યો છે.

Back to top button