નેશનલ

દિલ્હીમાં જૂથ અથડામણમાં બેનાં મોત

નવી દિલ્હી: દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે જણ માર્યા ગયા હતા. જયારે એકને ઇજા થઇ હતી તેવું પોલીસે મંગળવારે કહ્યું હતું. સોમવારે સાંજે ૮-૦૦ કલાકે અશોક વિહારમાંના જેલરવાલા બાગમાં વ્યક્તિગત દુશ્મનીને પગલે ત્રણ જણે હુમલો કર્યો હતો. રઘુ, ભૂરા અને અન્ય એક શખસે રવિકાંત ઉર્ફે ડબલુ પર ગોળીબાર કરી તેને ઇજાગ્રસ્ત કર્યો હતો.

થોડા સમયમાં ડબલુના સાથીદારોએ વળતા હુમલામાં રઘુ અને ભૂરાની હત્યા કરી હતી. ડબલુને ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેની હાલત ગંભીર છે તેવું પોલીસે કહ્યું હતું.
પોલીસે એફઆઇઆર નોંધી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button