નેશનલ

દિલ્હીમાં ISIS પ્રેરિત બે આતંકી ઝડપાયા, ISIના ઈશારે IED બ્લાસ્ટની તૈયારી હતી!

નવી દિલ્હી: દિલ્હી પોલીસે છઠના તહેવાર પહેલા સુરક્ષા વધારી દીધી છે, ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળેલી ગુપ્ત બાતમીના આધારે સ્પેશિયલ સેલે અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. આ દરમિયાન બે આતંકવાદીઓ ઝડપાયા હતા. સ્પેશિયલ સેલે દિલ્હીમાંથી એક આતંકીની ધરપકડ કરી છે જ્યારે બીજાની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે આરોપીની ધરપકડ કરી હતી, બંને આરોપીઓ ખૂંખાર આતંકી સંગઠન ISISના મોડ્યુલ સાથે જોડાયેલા હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના દરોડા દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા આ બંને આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે.એક આતંકવાદીની ધરપકડ દિલ્હીના સાદિક નગર વિસ્તારમાંથી કરવામાં આવી છે, જેનું નામ અદનાન હોવાનું કહેવાય છે.બીજા આતંકવાદીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ISISથી પ્રેરિત આ મોડ્યુલને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની મદદથી ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, આ આતંકીઓ દિલ્હીના કોઈ ભીડભાડવાળા વિસ્તારમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

હાલમાં ધરપકડ કરાયેલા આતંકીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ આખા નેટવર્કની તપાસ કરી તેને ધ્વસ્ત કરવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. આતંકીઓને કોણે મોડ્યુલમાં જોડ્યા, તેમાં બીજા કોણ-કોણ સામેલ છે, ફંડિંગ ક્યાંથી થતું હતું અને બીજી શું-શું સાજિશો રચાઈ હતી, તે દિશામાં તપાસ ચાલી રહી છે.

આપણ વાંચો:  દેશમાં વોટ ચોરીનો ‘રેટ’ ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button