નેશનલ
વિમાન દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના બે તાલીમી પાઇલટનાં મોત
નવી દિલ્હી: હૈદરાબાદ નજીક સોમવારે સવારે ટ્રેનર વિમાન તૂટી પડતાં થયેલા અકસ્માતને કારણે ભારતીય વાયુસેનાના બે પાઇલોટે જીવ ગુમાવ્યા હોવાના ગમખ્વાર સમાચાર જાણવા મળ્યાં હતાં.
અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, એક પીલાટસ પીસી સાત એમકે ઈએલ ટ્રેનર એરક્રાફ્ટ આજે સવારે હૈદરાબાદની એરફોર્સ એકેડમીમાંથી નિયમિત તાલીમ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ખૂબ જ અફસોસ સાથે જણાવવામાં આવે છે કે વિમાનમાં સવાર બંને પાઇલટ્સને જીવલેણ ઇજાઓ થઈ છે.સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના તેલંગણાના મેડક જિલ્લાના તુપરાન મંડલમાં બની હતી. ઉ