વાપીમાં ગૅસ ગળતરથી બેનાં મોત: એકની હાલત ગંભીર | મુંબઈ સમાચાર
નેશનલ

વાપીમાં ગૅસ ગળતરથી બેનાં મોત: એકની હાલત ગંભીર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડ જિલ્લાના વાપીના એક કારખાનામાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકને અસર થઈ હતી. જેમાં બે શ્રમિકનાં મોત થયા ંહતાં. જ્યારે એક શ્રમિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલક નાજુક હોવાનું જાણાવ મળ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઈડીસીમાં આવેલા એક કારખાનામાં અચાનક
ગેસ લીકેજ થયો હતો. જેના કારણે કારખાનામાં કામ કરતાં ત્રણ જેટલા શ્રમિકોને અસર થઈ હતી. જે પૈકી બે શ્રમિકો મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત લેખો

Back to top button