બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફ્લાઈટ માથે લીધીઃ એર ઈન્ડિયાએ આપ્યો જવાબ | મુંબઈ સમાચાર

બે કોકરોચને લીધે મુસાફરોએ આખી ફ્લાઈટ માથે લીધીઃ એર ઈન્ડિયાએ આપ્યો જવાબ

કોલકાત્તાઃ એર ઈન્ડિયાની બેંગલુરુથી કોલકાત્તા જઈ રહેલી ફ્લાઈટ AI180માં મુસાફરોએ ભારે હંગામો કર્યો હતો. આ ધમાલનું કારણ બીજું કંઈ નહીં પણ બે કોકરોચ હોવાનું બહાર આવ્યું છે.

બેંગલુરુથી કોલકાતા જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં આ ઘટના બની હતી. ફ્લાઈટ નંબર AI180માં મુસાફરી કરતા મુસાફરોએ કોકરોચ જોયા અને ભારે હંગામો કર્યો. બે મુસાફરોએ સતત ફરિયાદો કરતા ક્રુ મમ્બરે તેમની સિટ્સ પણ બદલી. છતાં વાત ઠંડી થતા ન દેખાતા અંતે ફ્લાઈટ પાછી બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી.

આ પણ વાંચો: એર ઈન્ડિયા ટિકિટના ભાવ અડધા થયા છતાં ફ્લાઈટ રહે છે ખાલી! પણ કેમ?

આ બાબતે, એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ નંબર AI180 માં બે મુસાફરો વિમાનમાં કેટલાક કોકરોચ જોઈને ગભરાયા હતા. તેથી, અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને એક જ કેબિનની બીજી સીટ પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી બેઠા હતા. ત્યારબાદ અમારા ગ્રાઉન્ડ ક્રુ મેમ્બર્સે સફાઈ પણ કરી હતી. જોકે ઘણીવાર સફાઈ કરવા છતાં જીવજંતુ ફ્લાઈટમાં આવી જાય છે.

ટેકનિકલ ખામીને લીધે ફ્લાઈટ પરત ફરી

જ્યારે બીજી ફ્લાઈટ અંગે પ્રવક્તાએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે કોલકાતા જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે બેંગલુરુ પરત ફરી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એરબસ A320 એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ફ્લાઇટ IX 2718 બે કલાકથી વધુ સમય સુધી હવામાં રહી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે. બેંગલુરુથી અમારી એક ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે એરપોર્ટ પરત ફરી હતી. જોકે તેમના દાવા અનુસાર ફ્લાઈટ સમયસર મુંબઈ જવા રવાના થઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button