યુપીમાં પડોશીની હત્યા કરવા મુદ્દે એક્ટરની ધરપકડ, ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ
બિજનોરઃ જાણીતા ટીવી અને ફિલ્મ એક્ટર ભુપિન્દર સિંહ સામે આખરે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં તેમણે એક જણને ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જ્યારે ત્રણ અન્યને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ ભુપિન્દરના બિજનોર ખાતેના ફાર્મહાઉસની નજીકમાં આવેલા ઝાડ કાપવાના મામલે વિવાદ થયો હતો. બુધવારે પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ જતાં ત્રણ પોલીસ અધિકારીને બરતરફ કરવામાં આવ્યા હતા.
54 વર્ષીય ભૂપિન્દર યે પ્યાર ના હોગા કમ, એક હસીના થી, મધુબાલા-એક ઈશ્ક એક જુનૂન, રિશ્તોં કા ચક્રવ્યૂહ અને તેરે શહેર મેં જેવી સિરીયલમાં અભિનય કરી ચૂક્યો છે.
ભૂપિન્દરે ત્રીજી ડિસેમ્બરના કરેલાં અંધાધૂંધ ગોળીબારમાં ગોવિંદ સિંહ (23)નું ગોળી વાગતા મૃત્યુ થયું હતું, જ્યારે તેના પિતા ગુરદિપ સિંહ, માતા મીરાબાઈ અને મોટાભાઈ અમરિક સિંહને ઈજા પહોંચી છે. જ્યારે ગોવિંદની બહેન ત્યાંથી ભાગીને ખેતરમાં છુપાઈ ગઈ હતી.