Tulsi Vivah: આગામી 24 કલાક બાદ બદલાઈ જશે આ ત્રણ રાશિના જાતકોનું જીવન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

હિંદુ પંચાગ અનુસાર કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વખતે તુલસી વિવાહ આવતીકાલે એટલે કે 13મી નવેમ્બરના યોજાશે અને આ દિવસે માતા તુલસીના વિવાગ ભગવાન શાલીગ્રામ સાથે કરાવવામાં આવે છે. આ પાછળ એવી માન્યતા છે કે જે વ્યક્તિ તુલસી વિવાહ અનુષ્ઠાન કરાવે છે એને એટલું જ પુણ્ય મળે છે જેટલું પુણ્ય દીકરીના લગ્નમાં કન્યાદાન કરવાથી મળે છે. આ વર્ષે તુલસી વિવાહ પર ખાસ યોગ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ અને શશ રાજયોગ બની રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ, કરિયરમાં સફળતા મળી રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ
આ પણ વાંચો : આજનું રાશિફળ (12-11-24): આ ત્રણ રાશિના જાતકોના અટકી પડેલાં કામ થશે પૂરા, જાણી લો શું છે તમારી રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે તુલસી વિવાદથી શુભ સમય શરૂ થઈ રહ્યો છે. કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કામમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે તુલસી વિવાહથી સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. કર્ક રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. આર્થિક લાભ થઈ રહ્યો છે. કોઈ નવા કામ શરૂ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે.

કુંભ રાશિના જાતકો માટે તુલસી વિવાહથી ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. પરિવાર સાથેના સંબંધોમાં પણ સુધારો જોવા મળશે.