પાકિસ્તાની મિલિટરી બેઝ પર તહરીક-એ-તાલિબાને કર્યો કબજો, ઉજવણીનો વીડિયો શેર કર્યો…
ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેના અને તહરીક-એ-તાલિબાન (Tehreek-e-Taliban) આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે નવો વળાંક આવ્યો છે. તાલિબાનના આતંકવાદીઓએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાની સેનાની પોસ્ટ (Pakistani military base) પર કબજો કરી લીધો છે. TTPના વીડિયો છે બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ.
TTP શેર કર્યો વીડિયો
પ્રાપ્ત વિગતો અનુસાર તહરીક-એ-તાલિબાન આતંકવાદીઓએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે તેઓએ પાકિસ્તાની સેનાની પોસ્ટ પર કબજો કરી લીધો છે. TTP શેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે પાકિસ્તાની સેના પોતાની પોસ્ટ છોડીને ભાગી ગઈ. ટીટીપીના આતંકવાદીઓએ કહ્યું કે, તેઓએ બાજૌર જિલ્લાના સલારઝાઈ તાલુકામાં પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો છે. ટીટીપીએ આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેનાનો ધ્વજ હટાવીને તેનો ઈસ્લામિક ધ્વજ ફરકાવ્યો હતો.
આ પણ વાંચો : બોલો, ભારતમાં છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Jimmy Carter ના નામનું ગામ…
પાકિસ્તાની સેનાએ કરી હુમલાની પૃષ્ટી
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને હુમલાની પૃષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે TTPએ કોઈપણ ભારે હથિયારોથી તેમની સરહદી ચોકીઓ પર હુમલો કર્યો છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે જવાબી કાર્યવાહી કરીને 15 આતંકીઓને ઠાર કર્યા છે. ઉપરાંત તેણે ટીટીપી આતંકીઓને ભારે નુકસાન પહોંચાડયાનો પણ દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે TTP આતંકવાદીઓની આ ઘૂસણખોરીને અફઘાનિસ્તાનની તાલિબાન સેનાનું સમર્થન હોવાનું પણ જણાવ્યું હતું.
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે સ્થિતિ તંગ
પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સ્થિતિ ઘણી તંગ બની ગઈ છે. પાકિસ્તાનનો દાવો છે કે તાલિબાન સરકાર TTP આતંકવાદીઓને પોષણ આપી રહી છે. ટીટીપીના આ આતંકવાદીઓ પાકિસ્તાની સેના પર સતત હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ હુમલાઓમાં લગભગ 400 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટીટીપી અને તાલિબાન ધાર્મિક વિચારધારાના આધારે ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે. તાલિબાને પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો છે. તાલિબાનનું કહેવું છે કે ટીટીપીના આતંકવાદીઓ પાકિસ્તાનની ધરતી પર જ મોજૂદ છે.