ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ભારતને ધમકી: ટ્રમ્પે 24 કલાકમાં ટેરિફ વધારવાની ચીમકી ઉચ્ચારી...

ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ભારતને ધમકી: ટ્રમ્પે 24 કલાકમાં ટેરિફ વધારવાની ચીમકી ઉચ્ચારી…

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આગામી 24 કલાકમાં ભારત પર ટેરીફ બોમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને આથી રશિયાની યુદ્ધ મશીનને ઓઈલ મળી રહ્યું છે. જો ભારત આવું કરશે તો તેઓ ખુશ નહિ રહે.

મળતી વિગતો અનુસાર એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે , ‘મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં ભારત પરના ટેરિફમાં મોટો વધારો કરવા જઈ રહ્યો છું.’ ટ્રમ્પની આ જાહેરાત પહેલાં, તેમણે કહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે અને તેને વેચીને નફો પણ કમાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે રશિયા સાથેના વેપારને લઈને તેઓ ભારત પર ટેરિફ વધારશે.

ટ્રમ્પની ટિપ્પણી બાદ ભારત સરકારે અમેરિકા અને યુરોપિયન યુનિયનની ટીકાને અયોગ્ય અને અવ્યવહારુ ગણાવી અને રશિયન તેલની ખરીદીને નિશાન બનાવવાને બેવડા ધોરણો ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ મુદ્દે ભારતને નિશાન બનાવવું સંપૂર્ણપણે અયોગ્ય અને બેવડા ધોરણવાળું છે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન પોતે પણ રશિયા સાથે વેપાર ચાલુ રાખી રહ્યા છે- ઊર્જાની સાથે-સાથે ખાતર, ખનિજો, રસાયણો, લોખંડ અને સ્ટીલ, મશીનરી અને અન્ય ઉપકરણોનો વેપાર પણ ચાલુ છે.

આ પણ વાંચો…ટ્રમ્પે 70 દેશો પર ટેરીફ ઝીંક્યો: ભારત 25% તો પાકિસ્તાન પર કેટલો? જુઓ લીસ્ટ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button