સાવધાન, તમને પણ આવ્યા છે આ નંબરથી કોલ? ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ નહીંતર…

આજના ડિજિટલ વર્લ્ડમાં સ્કેમર્સ પણ સ્માર્ટ અને ડિજિટલ થઈ ગયા છે. ડિજિટલ અને સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. સરકાર અને ટેલિકોમ સર્વિસ પૂરી પાડનાર કંપની દ્વારા પણ યુઝર્સને જાગરૂક કરવા માટે અલગ અલગ એડવાઈઝરી બહાર પાડવામાં આવે છે. જોકે, સરકારની આટલી દેખરેખ બાદ પણ ગુનેગારો નવી નવી ટેક્નિક શોધી રહ્યા છે અને હવે ઈન્ટરનેટ પરથી કરી શકાય એવા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) કોલ્સનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં તમને એક ખાસ નંબરથી કોલ આવે છે. ચાલો જોઈએ કયા છે આ નંબર અને સાવધાની માટે શું કરી શકાય-
ગયા વર્ષે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવા જ બનાવટી અને ફેક કોલ્સ માટે પોલિસી લાગુ કરી હતી. જેમાં સ્પેમ કોલ્સ અને એસએમએસને નેટવર્ક લેવલ પર બ્લોક કરવામાં આવે છે. કેટલી કંપનીઓ આ કોલ્સ અને એસએમએસને એઆઈથી રોકી રહી છે. પરંતુ સાઈબર ક્રિમીનલ્સ પણ સ્માર્ટ બની રહ્યા છે અને તેઓ પણ નવા નવા રસ્તા શોધી રહ્યા છે.
આ પણ વાંચો: આ નંબરથી વોટ્સએપ કોલ આવે ચેતી જજો; પાકિસ્તાની એજન્ટોની નવી ચાલ
હવે સાઈબર ક્રિમિનલ્સ ફ્રોડ કરવા માટે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) કોલ્સને હથિયાર બનાવી રહ્યા છે. આ એવા કોલ્સ હોય છે કે જેમને ટ્રેસ કરવા, તેમનું લોકેશન શોધવું અઘરું થઈ જાય છે. આને કારણે જ સાઈબર ઠગ તેનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં પણ આ ફ્રોડસ્ટર વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કની મદદ પણ લે છે, જેને કારણે તેમની આઈડેન્ટિટી હાઈડ થઈ જાય છે.
વીપીએનનો ઉપયોગ કરીને દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને તેઓ કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકાય છે. જો તમને પણ +697 કે પછી +698 જેવા આંકડાઓથી શરૂ થતાં નંબર પરથી કોલ આવે તો તરત જ સાવધ થઈ જાવ. આવા નંબર પરથી આવતા કોલ્સને ઈગ્નોર કરવા જ તમારા માટે સારું રહેશે, કારણ કે આ કોલ્સ ફ્રોડ હોય છે. જો તમે ભૂલથી કોલ રિસીવ પણ કરી લીધો હોય તો પર્સનલ ઈન્ફોર્મેશન ના શેર કરો.
આ પણ વાંચો: અજાણ્યા નબંર પરથી કોલ આવે તો સાવધાન! 70 વર્ષની મહિલા બની ડિજિટલ અરેસ્ટનો શિકાર…
સરકાર દ્વારા ઓનલાઈન ફ્રોડ કોલ્સ અને એસએમએસની વધતી ફરિયાદને ધ્યાનમાં લઈને ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે, જે સંચાર સાથી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સિવાય એક મોબાઈલ એપ પણ નાગરિકોની મદદ માટે બનાવવામાં આવી છે જેની ઉપર તમે સરળતાથી આવા સ્પેમ કોલ્સ અને એસએમએસને રિપોર્ટ કરી શકો છો.
આ રીતે નોંધાવો ફરિયાદ-
⦁ ચક્ષુ પોર્ટલ પર વિઝિટ કરો
⦁ ફેક કોલ્સ કે મેસેજની ડિટેઈલ્સ આપો
⦁ સ્ક્રીનપર આપવામાં આવેલા આદેશોનું પાલન કરો.
આ સુવિધાનો ઉપયોગ કરીને તમે પોતાની જાતને અને બીજા લોકોને પણ સાઈબર ફ્રોડથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકો છો.