નેશનલ

સરકારી યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે: ભૂપેન્દ્ર પટેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: રાજ્યના કર્મચારીઓ કર્મયોગી બનીને જ્યારે છેવાડાના નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ તેમના ઘર સુધી પહોંચાડે છે તે જ સાચું સુશાસન છે. કર્મચારીઓ જ્યારે છેવાડાના નાગરિકોના હિતમાં એક જ દિશામાં કાર્ય કરે ત્યારે સાચી લોકશાહી-સુશાસન પ્રસ્થાપિત થાય છે, એવું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે સુશાસન દિવસ'ની ઉજવણી પ્રસંગે તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતરત્ન અને પૂર્વ વડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014થી દર વર્ષેસુશાસન દિવસ’ તરીકે ઉજવવાનો પ્રારંભ કર્યો છે. સુશાસનના પરિણામે જ ગુજરાત આગામી જાન્યુઆરી-2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કરવા જઈ રહ્યું છે. વડા પ્રધાનના નેતૃત્વમાં વિશ્વની અગ્રણી કંપનીઓ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં રોકાણ કરવા તત્પર છે ત્યારે આપણે તમામ ક્ષેત્રે તૈયાર રહેવું પડશે.
તેમણે જાપાન પ્રવાસના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, જાપાનના માર્ગો પર કચરા પેટીઓ જ નથી આ તેમના નાગરિકોની સ્વચ્છતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશ્વની 500 શ્રેષ્ઠ કંપનીઓમાંથી અંદાજે 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે ત્યારે આપણે સૌએ સાથે મળીને ગ્રામીણથી શહેરી વિસ્તાર સુધી સ્વચ્છતા ઉપર વધુ ભાર મૂકવો પડશે. મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે,આપણે દેશ અને સમાજના વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ સામાન્ય માનવીના વિકાસ – લાભ માટે કેવી રીતે કરી શકીએ છીએ તેને સુશાસન કહેવાય છે.ગુજરાતમાં સુશાસનના પરિણામે જ આજે વિશ્વના રોકાણકારો ગુજરાતમાં રૂપિયાનું રોકાણ કરીને ડોલરની આવક મેળવી રહ્યા છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?