Trudeau: નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો દાવો પોકળ...

ટ્રુડોના જૂઠનો પર્દાફાશઃ નિજ્જર હત્યાકાંડમાં ભારતનો હાથ હોવાનો દાવો પોકળ…

કેનેડિયન હાઈ કમિશને 123 પાનાના અહેવાલમાં વિદેશી સંડોવણીનો કર્યો ઈનકાર

નવી દિલ્હી/ટોરન્ટોઃ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાની તપાસ કરી રહેલા કેનેડિયન હાઈ કમિશને તેના 123 પાનાના અહેવાલમાં આ હત્યાકાંડમાં કોઇ પણ વિદેશી લિંક હોવાનો ઇન્કાર કર્યો છે. આ અહેવાલ કેનેડાના પીએમ ટ્રુડોના ખોટા દાવાઓ પર જોરદાર લપડાકસમાન છે. અહેવાલમાં આ હત્યાકાંડમાં ભારતીય એજન્ટોની સંડોવણીનો દાવો કર્યો હતો, જે હવે પોકળ સાબિત થયા છે.

Also read : ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ

જસ્ટિન ટ્રુડો સરકારના ખોટા દાવાને કારણે ભારત-કેનેડાના સંબંધોમાં પણ ખટાશ આવી ગઇ હતી. આ અગાઉ કેનેડાની સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું હતું કે નિજ્જર હત્યાકાંડમાં કોઇ ભારતીય અધિકારીઓની સંડોવણીનો પુરાવા મળ્યા નથી. તેમણે આ મામલે પકડવામાં આવેલા ચાર ભારતીય અધિકારીને જામીન પણ આપવામાં આવ્યા હતા.

કેનેડિયન હાઈ કમિશને શું કહ્યું?

કેનેડિયન હાઈ કમિશનના 123 પાનાના સંપૂર્ણ અહેવાલ વાંચવા ના જઇએ પણ તેમાના 15 શબ્દો છે જે વાંચી લઇએ તો તેમાં નિજ્જર હત્યાકાંડ વિશે તેમણે જે કહ્યું છે તેનો સાર આવી જાય છે. આ રિપોર્ટમાં કમિશનર જેસી મેરી હોગે લખ્યું છે કે, ”આ હત્યાકાંડમાં કોઇ વિદેશી રાજ્ય સાથે કોઇ ચોક્કસ કડી સ્થાપિત થઇ શકી નથી.” (though again no definive link to a foreign state could be proven). તેમના આ શબ્દોથી સ્પષ્ટ રીતે સાબિત થઇ જાય છે કે જસ્ટિન ટ્રુડોના દાવાઓ તદ્દન પોકળ હતા.

Also read : આતંકવાદી નિજ્જરનું ડેથ સર્ટિફિકેટ આપવાનો કેનેડાનો ઇનકાર

નિજ્જર હત્યાકાંડની ટાઇમલાઇન જાણો

1) 8 જૂન 2023 વિદેશ પ્રધાન જયશંકરે કેનેડાની આલોચના કરીને જણાવ્યું હતું કે કેનેડાએ એવી પરેડની પરવાનગી આપી હતી, જેમાં ભારતનાં પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની હત્યા દર્શાવી હતી.

2) 18 જૂન 2023ના રોજ કેનેડાના વાનકુંવરમાં સરેના ખાતે આવેલા શીખ ગુરુદ્વારા બહાર 45 વર્ષીય હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. અહીં મોટી સંખ્યામાં શીખો રહે છે.

3) 1 સપ્ટેમ્બરના કેનેડાએ કોઇ કારણ આપ્યા વિના ભારત સાથે વાટાઘાટ અટકાવી દીધી હતી

4) 18 સપ્ટેમ્બરે ટ્રુડોએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે નિજ્જર હત્યાકાંડમાં ભારતની સંડોવણીની તપાસ કરવામાં આવશે.

5) 19 સપ્ટેમ્બરે કેનેડાએ ભારતીય રાજદૂતને હાંકી કાઢ્યા હતા, જ્યારે તેના જવાબમાં ભારત સરકારે પણ કેનેડિયન રાજદૂતને રવાના કર્યા હતા.

6) 21 સપ્ટેમ્બરથી ભારતે સુરક્ષાના કારણોસર કેનેડામાં વિઝા કામગીરી અટકાવી દીધી.

7) ભારતે રાજકીય ઇમ્યુનિટી અને સુરક્ષા આપવાનો ઇનકાર કર્યા બાદ 19 ઑક્ટોબરે કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા

8) મે 2024માં કેનેડાએ નિજ્જર હત્યાકાંડમાં ત્રણ ભારતીયની ધરપકડ કરી. ત્યાર બાદ અન્ય એક ભારતીય નાગરિકની ધરપકડ કરી

9) ઑક્ટોબર 2024માં કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. જસ્ટિન ટ્રુડોએ ફરીથી ભારત વિરુદ્ધ ઝેર ઓક્વામાં આવ્યું હતું

10) ભારતે કેનેડાના તમામ આરોપો પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા અને કેનેડાના કાર્યકારી હાઇ કમિશનર અને અન્ય પાંચ રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા

Back to top button