નેશનલ

આસામમાં ઉલ્ફા સાથે ત્રિપક્ષી શાંતિ કરાર

નવી દિલ્હી: યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ (ઉલ્ફા) ના વાટાઘાટ જૂથે શુક્રવારે કેન્દ્ર અને આસામ સરકાર સાથે હિંસા ટાળવા અને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થતા શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલ કરાર, અરબિન્દા રાજખોવાના નેતૃત્વ હેઠળના ઉલ્ફા જૂથ અને સરકાર વચ્ચે બાર વર્ષની બિનશરતી વાટાઘાટો પછી આવ્યો હતો. શાંતિ સંધિથી આસામમાં દાયકાઓ જૂના બળવાનો અંત આવશે તેવી અપેક્ષા છે.

જો કે, પરેશ બરૂઆહના નેતૃત્વમાં ઉલ્ફાના કટ્ટરપંથી જૂથ આ કરારનો ભાગ નથી. માનવામાં આવે છે કે બરૂઆહ ચીન-મ્યાનમાર સરહદે એક જગ્યાએ રહે છે.
૧૯૭૯માં “સ્વતંત્ર આસામની માંગ સાથે ઉલ્ફાની રચના કરવામાં આવી હતી. ત્યારથી, તે વિધ્વંસક પ્રવૃત્તિઓમાં સામેલ છે જેના કારણે કેન્દ્ર સરકારે તેને ૧૯૯૦માં પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું.

તેની અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ માટે કરાર થયા પછી રાજખોવા જૂથ ત્રણ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ સરકાર સાથે શાંતિ વાટાઘાટોમાં જોડાયો હતો.

આસામમાં ઉલ્ફા વિદ્રોહનો ઘટનાક્રમ
સાત એપ્રિલ, ૧૯૭૯: યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસોમ (ઉલ્ફા)ની રચના થઈ.

જૂન, ૧૯૭૯: સભ્યો સંગઠનના નામ, પ્રતીક, ધ્વજ અને બંધારણની ચર્ચા કરવા માટે મોરન ખાતે મળે છે.

૧૯૮૦: કૉંગ્રેસના રાજકારણીઓ, રાજ્ય બહારના વેપારી ગૃહો, ચાના બગીચાઓ અને જાહેરક્ષેત્રની કંપનીઓ, ખાસ કરીને તેલ અને ગેસ ક્ષેત્રને નિશાન બનાવીને તેના હુમલા શરૂ કર્યાં.

૧૯૮૫-૧૯૯૦: ઉલ્ફા દ્વારા અપહરણ, છેડતી અને હત્યાઓ વધ્યા.

૨૮ નવેમ્બર ૧૯૯૦: સેના દ્વારા ઉલ્ફા વિરુદ્ધ ઓપરેશન બજરંગ શરૂ કરવામાં આવ્યું.
નવેમ્બર ૧૯૯૦: ઉલ્ફાને અલગતાવાદી અને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું.

૩૧ જાન્યુઆરી, ૧૯૯૧: ઓપરેશન બજરંગ બંધ થયું.

સપ્ટેમ્બર, ૧૯૯૧: ઉલ્ફા વિરુદ્ધ ઓપરેશન રાઇનો શરૂ કરવામાં આવ્યું.

માર્ચ ૧૯૯૨: ઉલ્ફા બે જૂથોમાં વિભાજિત થયું અને એક વિભાગે આત્મસમર્પણ કર્યું.

ડિસેમ્બર ૨૦૦૩: રોયલ ભૂટાન આર્મી દ્વારા ઉલ્ફા અને અન્ય આતંકવાદીઓના કેમ્પને બંધ કરવા માટે ‘ઓપરેશન ઓલ ક્લિયર’ શરૂ કરવામાં આવ્યું.

૨૦૦૪: ઉલ્ફા સરકાર સાથે મંત્રણા કરવા સંમત.

સપ્ટેમ્બર ૨૦૦૫: ઉલ્ફાએ ૧૧ સભ્યોના પીપલ્સ ક્ધસલ્ટેટિવ ગ્રૂપની રચના કરી. પ્રસિદ્ધ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા ઈન્દિરા (મામોની) રાઈસોમ ગોસ્વામીની આગેવાનીમાં ત્રણ રાઉન્ડની વાટાઘાટો કેન્દ્ર સાથે યોજાઈ હતી પરંતુ કોઈ પ્રગતિ કરવામાં નિષ્ફળ રહી હતી.

જૂન, ૨૦૦૮: ઉલ્ફાની ૨૮મી બટાલિયનના નેતાઓએ એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી.

ડિસેમ્બર, ૧૦૦૯: બંગલાદેશમાં ધરપકડ કરાયેલા અધ્યક્ષ અરબિન્દા રાજખોવા સહિત ઉલ્ફાના ટોચના નેતાઓને ભારતમાં મોકલવામાં આવ્યા અને ગુવાહાટીની જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

ડિસેમ્બર ૨૦૧૦: જેલમાં બંધ ઉલ્ફાના નેતાએ ’સિટીઝન ફોરમ’ની રચના કરી, જેમાં બૌદ્ધિકો, લેખકો, પત્રકારો અને વ્યાવસાયિકો સાથે સરકારને વાતચીત માટે વિનંતી કરી. ૨૦૧૧: રાજખોવા અને અન્ય જેલમાં બંધ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા. ઉલ્ફા બે જૂથોમાં વિભાજિત થયું: રાજખોવાની આગેવાની હેઠળની ઉલ્ફા (પ્રો-ટોક્સ), અને પરેશ બરુઆની આગેવાની હેઠળની ઉલ્ફા (સ્વતંત્ર).

૨૦૧૨: ઉલ્ફાએ સરકારને બાર મુદ્દાની માંગણીઓ રજૂ કરી.

૨૦૧૫: ઉલ્ફાના જનરલ સેક્રેટરી અનુપ ચેટિયા ૧૯૯૭થી ૧૮ વર્ષની સજા ભોગવ્યા બાદ બંગલાદેશની જેલમાંથી મુક્ત થયા.

એપ્રિલ ૨૦૨૩: કેન્દ્રએ પ્રસ્તાવિત કરારનો ડ્રાફ્ટ ઉલ્ફાના (પ્રો-ટોક્સ) જૂથને મોકલ્યો.
ઑક્ટોબર ૨૦૨૩: અનુપ ચેટિયાએ માહિતી આપી કે ડ્રાફ્ટ દરખાસ્તો અંગેના સૂચનો કેન્દ્રને મોકલવામાં આવ્યા.

૨૯ ડિસેમ્બર ૨૦૨૩: કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઉલ્ફા (પ્રો-ટોક) જૂથ વચ્ચે સમાધાનના કરાર પર ત્રિપક્ષીય હસ્તાક્ષર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો