મીન રાશિમાં સર્જાશે ત્રિગ્રહી યોગ, ચમકાવી દેશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહો નિયત સમયે રાશિ પરિવર્તન કરતા હોય છે અને સીધી તેમ જ વક્રી ચાલ ચાલતા હોય છે, જેની દરેક રાશિઓ પર વત્તેઓછે અંશે અસર થતી હોય છે. એપ્રિલ મહિનામાં બુધ 3 વખત પોતાની ચાલ બદલવાના છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે 9 એપ્રિલના રોજ બુધ મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં સૂર્ય અને શુક્ર પહેલેથી જ બિરાજમાન છે. ત્રણ મોટા ગ્રહોના મળવાથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે. ત્રિગ્રહી યોગની રચના અમુક રાશિઓ પર અસર કરીને તેમનું ભાગ્ય ચમકાવી દેવાની છે. આવો આપણે આ રાશિઓ વિશે જાણીએ.
મિથુન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ ઘણો જ ફાયદાકારક સાબિત થવાનો છે. જ્યોતિષીઓના મતે મિથુન રાશિના કર્મગૃહમાં ત્રિગ્રહી યોગ રચાઇ રહ્યો છે. તેથી જે લોકો બેરોજગાર છે તેમને યોગ્ય નોકરીની તકો મળી શકશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બમણો લાભ મળશે. પિતૃક સંપત્તિ મેળવવાના પણ યોગો બનશે. કાર્યક્ષેત્રનું વિસરણ થશે. પરિવાર સાથે આનંદથી સમય પસાર થશે. બહાર ફરવા જવાના સંજોગો પણ ઉજળા છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને તરક્કી જોવા મળશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધો પણ ઉષ્માભર્યા રહેશે.
કર્ક રાશિ વાળા લોકો માટે પણ બુધ શુક્ર અને સૂર્યની યુતી ઘણી જ શુભ સાબિત થવાની છે, કારણ કે આ રાશિના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેને કારણે કર્ક રાશિ વાળા લોકોના આત્મવિશ્વાસમાં ઘણો જ વધારો થશે. તેમની કરિયરમાં પણ અચાનક જ બદલાવ આવશે. નોકરીમાં પ્રગતિ થશે. આવકના સાધનો વધશે. વૈવાહિક સુખમાં વધારો થશે. દરેક કામમાં ઇચ્છિત પરિણામ મળશે. લોકો તમારું સન્માન કરશે. આર્થિક બાબતોમાં તમારો સમય ઘણો જ સારો અને શાનદાર રહેશે તમને ભગવાનના આશીર્વાદ મળશે.
ત્રિગ્રહી યોગનો ફાયદો મેળવનારી ત્રીજી રાશિ છે મકર. જ્યોતિષીઓના મતે મકરરાશિ વાળા લોકો માટે ત્રિગ્રહી યોગ ઘણો જ અનુકૂળ અને ફાયદાકારક સાબિત થશે, કારણકે આ રાશિના ત્રીજા ઘરમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આને કારણે મકર રાશિના જાતકોમાં હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તેમને પરિવાર તરફથી દરેક બાબતમાં સહયોગ મળશે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થશે. એમની કાર્યક્ષેત્રમાં પણ તરક્કી થશે. નોકરી કરતા લોકોના જીવનમાં પણ ખુશી આવી આવશે. તેમને વરિષ્ઠોનો સહયોગ મળશે. કોઈ પણ કામ કરવામાં સફળતા મળશે. જુના મિત્રોનો સાથ મળશે. નવી નોકરી શોધી રહ્યા હો તો પણ મળવાના ચાન્સીસ છે.