નેશનલ

એસી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી: બુરખો પહેરેલ મહિલાએ ‘હંગામો’ કર્યો, ટીસી-પોલીસ સાથે કરી ગેરવર્તણૂક…

નવી દિલ્હીઃ ગરમીને કારણે એસી ટ્રેનમાં મુસાફરી કરનારાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ટ્રેનમાં સીટને લઈ એક કરતા અનેક પ્રકારના વિવાદો પણ થાય છે. તાજેતરમાં વિના ટિકિટ મુસાફરી કરનારી મહિલાએ સીટને લઈને પ્રવાસીઓ જ નહીં, અને ટિકિટ ચેકર અને આરપીએફના જવાન સાથે ગેરવર્તણૂક કર્યાનો વીડિયો વાઈરલ થયો હતો.

બહુ બકવાશ કરી તો કાપીને ફેંકી દઈશ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં બુરખો પહેરેલ મહિલાએ એસી કોચમાં જોરદાર હંગામો કર્યો હતો. મહિલા વિના ટિકિટ એસી કોચમાં મુસાફરી કરી રહી હતી. એસી ટ્રેનમાં ટિકિટ ચેકરે જ્યારે તેને ઉતરવાનું કહ્યું ત્યારે હંગામો કર્યો હતો એ વખતે આરપીએફ પણ પહોંચી હતી. ટીસી અને આરપીએફે ટિકિટ નહીં હોવાને કારણે ટ્રેનમાંથી ઉતરી જવાનું કહ્યું હતું એ વખતે મહિલાએ ટ્રેનમાં જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. એક પ્રવાસીએ મહિલાને જ્યારે કંઈ કહ્યું ત્યારે ભડકી ગઈ હતી અને કહ્યું હતું કે કાપી નાખીશ. એટલું જ નહીં, તે લડી લેવાના અંદાજમાં ગાળાગાળી કરી મૂકી હતી.

ધક્કામુક્કી કરતા કોચમાં અફરાતફરી મચી
વાઈરલ વીડિયોમાં રેલવે અધિકારી અને મહિલા પ્રવાસી વચ્ચે જોરદાર ઝઘડો થયો હોવાનું જોવા મળ્યું હતું. મહિલા પ્રવાસી ટિકિટ વિના મુસાફરી કરી રહી હતી, જ્યારે જે સીટ પર પ્રવાસીની ટિકિટ હતી એની સામે પણ તે ભડકી ગઈ હતી. ટિકિટ ચેકરે પણ તેની પાસેથી ટિકિટ માગી ત્યારે તેના પર ભડકી ગઈ હતી. મહિલા પ્રવાસીઓ સાથે ધક્કામુક્કી કરવાને કારણે કોચમાં અફરાતફરી મચી ગઈ હતી.

વાત વણસતા મહિલા કોન્સ્ટેબલ બોલાવાઈ
વીડિયોમાં આરપીએફના અધિકારીએ મહિલાને તેની સીટ નહીં હોવાનું જણાવ્યું હતું ત્યારે મહિલાએ ગાળાગાળી કરીને કહ્યું હતું કે હું કહું છું કે મારી સીટ છે. ટિકિટ બતાવવાનું કહ્યા મહિલાએ કહ્યું હતું કે મારી ટિકિટ છે. એ વાતનું વારંવાર પુનરાવર્તન થયા પછી એક પ્રવાસીએ મહિલા કોન્સ્ટેબલની બોલાવી હતી.

મહિલા પ્રવાસી સાથે કરી ગાળાગાળી
આરપીએફ અને ટીસીને ધમકાવીને કહ્યું હતું કે તમાશા ચલ રહા હૈ ક્યા. મારી પાસે ટિકિટ હોવાની ખબર કેમ પડતી નથી. મુઝે એડા સમજા હૈ ક્યાં કહીને જોરદાર બબાલ કરી હતી. મહિલાએ ગાળાગાળી કરીને કહ્યું હતું કે જાઓ વડા પ્રધાનને જઈને પૂછો કે મારી ટિકિટ કાઢી છે કે નહીં, ત્યારે જવાબ આપીશ. મહિલાનું વર્તન જોઈને આરપીએફ અને ટીસી પણ નીકળી જાય છે, પરંતુ એના સામે કોઈ રેલવે પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નહોતું.

આપણ વાંચો : હવે ટ્રેનમાં પ્રવાસીઓ લઈ જઈ શકશે આટલું જ વજન, Indian Railwayનો આ નિયમ જાણી લો નહીંતર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button