નેશનલ

‘છોકરીઓ, ભારત નહીં આવો…’, કોલકાતા બળાત્કાર કેસ પર ઇન્ફ્લુએન્સરની પોસ્ટે હોબાળો મચાવ્યો

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને ક્રૂરતાની ઘટના બાદ દરેક લોકો આ મામલાને પોતાની રીતે જોઈ રહ્યા છે. આ સરકારી હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બનેલી ક્રૂર ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે અને ચારે બાજુથી અવાજો ઉઠવા લાગ્યા છે. આ ઘટનાથી દેશભરના તમામ તબીબો ચિંતિત છે. આ ઘટના બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

દરમિયાન, ભારતની પ્રખ્યાત ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર તાન્યા ખાનીજોના એક ટ્વીટને લઈને હોબાળો થયો છે. તેણે એક ટ્વીટમાં વિશ્વભરની છોકરીઓને ભારતમાં ન આવવાની સલાહ આપી દીધી છે. આ ઘટના સામે લખીને જાણે તેણે દુનિયાભરના લોકોને ભારત વિરૂદ્ધ એડવાઈઝરી આપી હોય તેવું લાગી રહ્યું છે.

તાન્યાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે- ‘ભારતમાં મહિલાઓની સુરક્ષાની હાલત ખરાબ છે. વિદેશમાં રહેતા મારા તમામ મહિલા મિત્રોને મારી ગંભીર વિનંતી છે – જ્યાં સુધી આપણા નેતાઓ મહિલાઓ માટે સલામત વાતાવરણ બનાવવાના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી ત્યાં સુધી અહીં આવો નહીં. કોઈપણ ભોગે ભારત નહીં આવો.

જોકે, તાન્યાની પોસ્ટ પર લોકો ગુસ્સે થઈ ગયા છે અને તેના પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવવા લાગ્યા છે. લોકો કહેવા લાગ્યા છે કે તાન્યા આ મુદ્દાને જનરલાઇઝ કરીને જોઇ રહ્યા છો અને એક ઘટના માટે સમગ્ર દેશને બદનામ કરી રહ્યા છો. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તમને પોતાને ભારતીય કહેતા શરમ આવવી જોઈએ. આ ઘટના એવા રાજ્યમા ંથઇ છે, જ્યાંની મુખ્ય પ્રધાન એક મહિલા છે. મહિલાની સુરક્ષા માટે તમે આખા દેશને બદનામ ના કરી શકો.

તાન્યાએ અન્ય એક ટ્વિટમાં લખ્યું હતું કે ‘ જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ, ત્યાં સુધી મને નથી લાગતું કે કંઈપણ બદલાશે. મેં પોતે પણ દેશના લગભગ દરેક ભાગમાં શોષણનો સામનો કર્યો છે, આપણો સમાજ મહિલાઓના મામલે નિષ્ફળ ગયો છે. જ્યાં સુધી કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી મહિલાઓ સલામતી અનુભવી શકશે નહીં.

તાન્યા તેની પોસ્ટથી નારાજ થયેલા લોકોની કમેન્ટનો જવાબ આપતી રહી હતી. તાન્યાએ લખ્યું- ‘આ માત્ર એક ઘટના નથી. કોઈપણ સ્ત્રી સાથે વાત કરો અને મને ખાતરી છે કે એવી કોઈ સ્ત્રી નહીં હોય જેણે આવો અનુભવ ન કર્યો હોય. હું પણ આમાં સામેલ છું. દેશમાં સલામતીના ધોરણો ખૂબ નબળા છે અને આ ભારતની સમસ્યા છે. તાન્યાનો આ વિરોધ લોકોને બિલકુલ પસંદ નથી આવ્યો. ઘણા લોકોએ તાન્યાના સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. જ્યારે કેટલાકે તો એમ પણ કહ્યું હતું કે, જો આટલી પરેશાની છે તો દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા જાવ.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker