નેશનલ

ટ્રાન્સપોર્ટ હડતાળ પાછી ખેંચાઈ

લોકોની હાલાકીનો અંત
નવી દિલ્હી/મુંબઇ: હિટ એન્ડ રન અંગેનો નવો કાયદો હાલમાં લાગુ નહિ પડવા સરકાર અને ટ્રાન્સપોર્ટ યુનિયન વચ્ચે સમજૂતી થતાં ટ્રક હડતાળનો અંત આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ યુનિયનની સંસ્થા ઑલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસ (એઆઈએમટીસી)એ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા વચ્ચે બેઠક થઈ હતી. કેન્દ્ર સરકારે ખાતરી આપી હતી કે ચર્ચા પછી નવા કાયદાનો અમલ થશે. આ અગાઉ નવા હિટ એન્ડ રન કાયદાના
વિરોધમાં દેશના અનેક રાજ્યોમાં ટ્રક ટેન્કર અને બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. તેને લીધે ઇંધણ, માલસામાનની હેરફેર ઠપ થઇ હતી. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે. ઘણા શહેરોમાં ચક્કાજામ અને દેખાવો થઈ રહ્યા છે. ચક્કાજામ અને આંદોલનને કારણે લોકોને
અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. માલસામાનના પુરવઠાની કટોકટી પણ ઊભી થઈ છે.

નવા કાયદા હેઠળ અકસ્માત બાદ માહિતી ન આપવા અથવા ભાગી જવા પર દસ વર્ષ સુધીની સજા અને સાત લાખ રૂપિયાનો દંડ થશે.

સોમવારે મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં ટ્રક અને બસ ડ્રાઇવરો હડતાળ પર રહ્યા હતા.

દેખાવકારોએ ખેડા, વલસાડ, ગીર સોમનાથ, ભરુચ અને મહેસાણા સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને મહારાષ્ટ્રના નાગપુર જેવા સ્થળોએ રસ્તાઓ પર નાકાબંધી તરીકે ટ્રકનો ઉપયોગ કરીને હાઇવેને અવરોધિત કર્યા હતા.

ગુજરાતમાં અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ તપન શર્માએ જણાવ્યું હતું કે વિરોધ સ્વયંભૂ થયો હતો. “એસોસિએશને હડતાળનું આવહન કર્યું નથી. નવા કાયદા અંગેની ચિંતાઓને કારણે ડ્રાઇવરો સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ થોડા સમય માટે વિરોધ કરે છે અને પછી આગળ વધે છે. જો કે, આ છૂટાછવાયા પ્રદર્શનોને કારણે માલની ડિલિવરીમાં વિલંબ થયો છે.

ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર અને મધ્ય પ્રદેશના અન્ય ઘણા શહેરોમાં બસો દોડી ન હતી.

છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રક ચાલકોએ ટાયરો સળગાવ્યા હતા.

અગાઉ, જ્યારે અકસ્માત થતો હતો, ત્યારે ડ્રાઇવરો સામે કલમ ૨૭૯ એટલે કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, ૩૦૪એ એટલે કે બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે અને જીવનને જોખમમાં મૂકવા માટે ૩૩૮ હેઠળ કેસ નોંધવામાં આવતો હતો. પરંતુ નવા કાયદામાં ૧૦૪(૨) હેઠળ કેસ નોંધવામાં આવશે. જો તમે પોલીસ અથવા ન્યાયાધીશને જાણ નહીં કરો તો તમારે ૧૦ વર્ષની કેદની સાથે દંડ ભરવો પડશે.

આ કાયદા સામે હડતાળ પર ઉતરેલા ટ્રાન્સપોર્ટરોએ આ દલીલો કરી છે કે કોઈ પણ ઈરાદાપૂર્વક અકસ્માત સર્જતું નથી.

ધુમ્મસના કારણે અકસ્માત થાય તો પણ કડક સજા થાય.

તેઓ એમ પણ કહે છે કે જો તે અકસ્માત બાદ ભાગી જાય તો નવો કાયદો તેને મારી નાખશે અને જો તે ત્યાં જ રહેશે તો જનતા તેને મારી નાખશે. ડ્રાઈવર ક્યારેય કોઈને ઈરાદાપૂર્વક મારતો નથી, તે ફક્ત દરેકને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ દોષ હંમેશા મોટી કારવાળા પર આવે છે.

હડતાળના કારણે દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે. પેટ્રોલ પંપની બહાર પેટ્રોલ લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પણ ટ્રક ડ્રાઈવરોની હડતાળના કારણે ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થઇ છે. લોકોને પેટ્રોલ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન છે.

હાઈવે પર ટ્રાફિક જામની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. નવી મુંબઈમાં ટ્રક ડ્રાઈવરોએ બેલાપુર હાઈવે બ્લોક કરી દીધો, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો. પોલીસ સાથેના વિવાદ બાદ લાઠીચાર્જ અને પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ હતી.

ઈન્દોર-પુણે હાઈવેની જેમ મુંબઈ અમદાવાદ હાઈવે અને સાયન-પનવેલ હાઈવે પણ સંપૂર્ણપણે બંધ છે. સોશિયલ મીડિયા પર ફરતા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કાનપુર-ઝાંસી હાઈવે જામ થઈ ગયો છે.

‘ચક્કા જામ’ને કારણે એમ્બ્યુલન્સમાં દર્દીઓ અટવાઈ ગયા છે.

મધ્ય પ્રદેશના ધારમાં ટ્રક ચાલકોએ પીથમપુર હાઈવે પર રોડ બ્લોક કરી દીધો હતો. ટ્રક ડ્રાઈવરોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના સભ્યોએ પણ ભોપાલની સડકો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. છત્તીસગઢમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરોની હડતાળ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ હડતાળમાં કેટલાક કેબ ડ્રાઇવરો પણ જોડાયા છે.

ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ટ્રકચાલકો દ્વારા માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુના કિસ્સામાં દંડ અને સજાના સરકારના નિર્ણયના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઊતર્યા છે. ટ્રક ચાલકોની હડતાળની અસર ગુજરાતમાં દેખાઈ હતી. નર્મદામાં પેટ્રોલપંપ પર લાઈનો લાગી હતી. ટ્રકચાલકોની હડતાળ વચ્ચે માર્કેટ યાર્ડમાં પણ અસર જોવા મળી હતી.

ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ટ્રકચાલક હડતાળને પગલે ડુંગળી લાવવા પર બંધી છે, ત્યારે ગઈકાલે ખેડૂતોને ડુંગળી ન લાવવા સૂચના અપાઈ હતી. ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. હરાજી શરૂ કરવા ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત કરી છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને વડાલી સહિતના વિસ્તારોમાંથી શાકભાજી બહાર જતી હતી તે બંધ થઇ છે. જેને લઈને હિંમતનગરના હોલસેલ શાકમાર્કેટના બજારમાં શાકભાજીની આવક વધી ગઈ છે. ભાવમાં ઘટાડો થતા ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માંડ માંડ નીકળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હિંમતનગરના હોલેસેલ શાકમાર્કેટમાં ફુલાવર, ટામેટા, કોબીજ, રીંગણ, દુધી, સરગવો, ભીંડા, મરચાં અને લીલી ડુંગળી સહિતની શાકભાજીની આવક વધી ગઈ છે. જેમાં મરચા, લીલી ડુંગળી, ભીંડા અને સરગવામાં રૂ. ૧૦૦થી ૪૦૦નો ઘટાડો થયો છે. આ સિવાયની શાકભાજીમાં અગાઉ ભાવની સરખામણીમાં ભાવમાં ૫૦થી ૬૦ ટકા ઘટાડો થયો છે. ટ્રકચાલકોની હડતાળની અસર શાકભાજી પર પડી રહી છે. જો હડતાળને હજુ પણ ચાલુ રહેશે તો શાકભાજીમાં આજ કરતા વધુ ઘટાડો જોવા મળશે.

બે હજાર પેટ્રોલ પંપમાં ઇંધણ સમાપ્ત
નવી દિલ્હી: કેટલાક ટ્રકર્સ એસોસિયેશનોની હડતાળ મંગળવારે બીજા દિવસે પ્રવેશી છે ત્યારે પશ્ર્ચિમ અને ઉત્તર ભારતમાં લગભગ ૨૦૦૦ પેટ્રોલ પંપમાં બળતણનો સ્ટોક સમાપ્ત થઈ ગયો હોવાના સમાચાર જાણવા મળ્યાં હતા. અનેક રાજ્યોમાં ઘણા પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. સ્ટોક સમાપ્ત થવાની ભીતિએ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મુંબઈ અને થાણેમાં
પણ પેટ્રોલ પંપની બહાર ભારે ધસારો જોવા મળ્યો હતો.

હિમાચલ પ્રદેશના શિમલા અને ધર્મશાલાના પેટ્રોલ પંપ પર પણ લાંબી કતારો જોવા મળી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના પેટ્રોલ પંપો પાસે ૨-૩ દિવસનો સ્ટોક હોય છે અને જો હડતાળ ત્રણ દિવસ સુધી ચાલવાની હોય તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. જો હડતાળ લંબાવવામાં આવશે અથવા સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવશે તો મુશ્કેલી થશે.

રાજ્યની માલિકીની ઑઇલ કંપનીઓએ ટ્રકર્સની હડતાળની અપેક્ષાએ દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપો પર ટેન્કર મોકલ્યા હતા, પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબના કેટલાક પેટ્રોલ પંપો પર ભારે ધસારાને કારણે સ્ટોક સમાપ્ત થઈ ગયો હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હૈદરાબાદમાં કેટલાક પંપને બાદ કરતાં દક્ષિણ ભારતમાં કોઈ મોટા પુરવઠા વિક્ષેપ સાથે પરિસ્થિતિ સારી છે.

જો ત્રણ દિવસની હડતાળ લંબાવવામાં આવશે અથવા સમગ્ર ભારતમાં આંદોલન શરૂ કરવામાં આવશે તો શાકભાજી, ફળો અને દૂધના આવશ્યક પુરવઠાને પણ અસર થઈ શકે છે.

જોકે, ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન – ટ્રક ઓપરેટરોની અમ્બ્રેલા સંસ્થાએ હજુ સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળને સમર્થન આપ્યું નથી.

લગભગ એક લાખ ટ્રકો છે જે પેટ્રોલ અને ડીઝલ તેમ જ એલપીજી ઑઈલ કંપનીના ડેપોથી લઈને પેટ્રોલ પંપ અને ગૅસ વિતરણ એજન્સીઓ સુધી લઈ જાય છે.

હડતાળને કારણે કેટલાક પશ્ર્ચિમી અને ઉત્તરીય રાજ્યોમાં ટ્રકોની અવરજવરને અસર થઈ છે. કેટલાક એલપીજી ટ્રકની અવરજવરને પણ અસર થઈ છે.
જો કે, એલપીજીની અછત અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી, કારણ કે મોટાભાગના વપરાશકર્તાઓ પાસે ડબલ કનેક્શન (બે એલપીજી સિલિન્ડર) છે અને એક સિલિન્ડર ખતમ થઈ જાય તો પણ અનામત સ્ટોક છે.

જો હડતાળ લંબાવવામાં આવશે તો એલપીજી સપ્લાયને પણ ફટકો પડી શકે છે.

મહારાષ્ટ્રમાં, રાજ્ય સરકારે પોલીસને પેટ્રોલ અને ડીઝલનો અવિરત પુરવઠો સુનિશ્ર્ચિત કરવા વિનંતી કરી હતી.

દેખાવકારોએ ખેડા, વલસાડ, ગીર સોમનાથ, ભરૂચ અને મહેસાણા સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અને મહારાષ્ટ્રના નાગપુર જેવા સ્થળોએ રસ્તાઓ પર નાકાબંધી તરીકે ટ્રકનો ઉપયોગ કરીને હાઇવેને અવરોધિત કર્યા હતા.

ગુજરાતમાં અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ તપન શર્માએ જણાવ્યું હતું કે વિરોધ સ્વયંભૂ થયો હતો. “એસોસિયેશને હડતાળનું આહ્વાન કર્યું નથી. નવા કાયદા અંગેની ચિંતાઓને કારણે ડ્રાઇવરો સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ થોડા સમય માટે વિરોધ કરે છે અને પછી આગળ વધે છે. જો કે, આ છૂટાછવાયા પ્રદર્શનોને કારણે માલની ડિલિવરીમાં વિલંબ થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…