ગુરુનું વૃષભમાં ગોચરઃ May, 2025 સુધી આ રાશિના જાતકો માટે Golden Period
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરી 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળે છે. સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો શનિનું નામ આવે છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. આજે આપણે અહીં આવા જ એક ગોચરની વાત કરવા જઈ રહ્યા છીએ. આ ગોચરને કારણે એક-બે નહીં પણ પૂરા અગિયાર મહિના સુધી અમુક રાશિના જાતકો માટે સોનાનો સૂરજ ઊગ્યો છે. આવો જોઈએ કયા ગ્રહના ગોચરને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે એ-
ગુરુને ગોચર કરવા માટે 13 મહિનાનો સમય લાગે છે અને ગુરુને જ્યોતિષશાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિ, ધન-વૈભવ, માન-સન્માનનો કારક માનવામાં આવે છે. આવા આ ગુરુ ગ્રહે મે, 2024માં મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કર્યું છે અને મે, 2025 સુધી ગુરુ વૃષભ રાશિમાં જ બિરાજમાન રહેશે. ગુરુના વૃષભમાં પ્રવેશ કરતાં જ કુબેર રાજયોગનું નિર્માણ થયું છે અને આ શુભ રાજયોગને કારણે ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળવા જઈ રહ્યો છે.
મેષ રાશિના જાતકો માટે વૃષભ રાશિમાં થયેલું ગોચર ખૂબ જ લાભદાયી સાહિત થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પગારવધારો વગેરે મળી શકે છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ જળવાઈ રહેશે. મેષ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. એટલું જ નહીં સમાજમાં માન-સન્માનમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. પરિવારમાં કોઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે.
સિંહ રાશિના જાતકો માટે ગુરુના ગોચરને કારણે બની રહેલાં કુબેર યોગને કારણે સારો સમય શરૂ થઈ રહ્યો છે. આ સમયગાળો આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. દેશ-વિદેશની યાત્રા પર જવાનો મોકો મળી રહ્યો છે. વેપારીઓને કોઈ સારી ડીલ મળી શકે છે. વેપારનો વિસ્તાર મળશે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ શકે છે.
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયે આવકમાં જોરદાર વૃદ્ધિ જોવા મળશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. કરિયરમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. પ્રોફેશનલ લાઈફમાં સફળતા મળી રહી છે. શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરી રહેલાં લોકોને લાભ થઈ રહ્યો છે. વિદેશમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓનું સપનું સાકાર થશે.