નેશનલ

2018 પછી છેક હવે આ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થશે….

પીલીભીત: પીલીભીતી જિલ્લાના પુરનપુર વિસ્તારના લોકોને ટૂંક સમયમાં જ રેલ યાત્રાનો આનંદ લેવા મળશે. લખનઉથી પુરનપુર સહિત શાહગઢ રેલવે સ્ટેશન સુધી ટ્રેન શરૂ કરવામાં આવશે ત્યારે હાલમાં જ રેલવે દ્વારા નવું શિડ્યુલ પણ બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ખાસ બાબત તો એ છે કે 2018 પછી પહેલીવાર પુરનપુર રેલવે સ્ટેશન પરથી ટ્રેન પસાર થશે.

2018માં પીલીભીતી રેલવે સ્ટેશનથી મૈલાની રેલવે સ્ટેશન સુધી છેલ્લી ટ્રેન દોડી હતી ત્યારબાદ મીટરગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં ગેજમાં બદલવાનું કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે અહી તમામ ટ્રેનોની અવર જવર બંધ થઇ ગઇ હતી. જો કે તેની સમયમર્યાદા મુજબ આ કામ અત્યારસુધીમાં પૂર્ણ થઇ જવું જોઈતુ હતુ પરંતુ સરકારી વિભાગોની ઢીલાશ તેમજ રેલવેનું નવું કામ વન વિભાગના વિસ્તારમાં આવતું હોવાના કારણે પરવાનગીનો પણ પ્રશ્ર્ન હતો તેમજ અનેક ટેકનિકલ ખામીઓને કારણે આ રેલવે વિભાગ દ્વારા ટ્રેનો શરૂ કરવામાં સતત વિલંબ થઈ રહ્યો હતો.


જો કે હાલની સ્થિતિમાં પણ એટલો કંઇ ફેરફાર નથી કારણકે હજુ પણ મૈલાની જંકશનથી પીલીભીત જંકશન સુધીનો રેલવે ટ્રેક તૈયાર થયો નથી. જો કે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં પીલીભીતના પુરનપુર તહસીલના શાહગઢ રેલવે સ્ટેશન સુધી ટ્રેન શરૂ થવાની અપેક્ષા છે. હાલમાં રેલવે બોર્ડ વતી લખનઉથી મૈલાની સેક્શન સુધી ચાલનારી ટ્રેનનું ડેસ્ટિનેશન હવે બદલીને શાહગઢ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે.


શાહગઢથી લખનઉ જતી ટ્રેન 14:30ના સમયે ઉપડશે અને 15:55 વાગ્યે મૈલાની પહોંચશે, જ્યાંથી તે 16:00 વાગે નીકળશે અને 20:50ના સમયે લખનઉ પહોંચશે. તે જ રીતે રીટર્ન મુસાફરીમાં લખનઉથી સવારે 6:20 વાગે ઉપડશે અને 12:25 વાગે મૈલાની પહોંચશે અને મૈલાનીથી 12:30ના સમયે નીકળીને 13:55 સુધી શાહગઢ પહોંચશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button