નેશનલ

યુપીમાં ‘વિચિત્ર’ અકસ્માતઃ ટ્રેનનું એન્જિન રેલવે ટ્રેક પરના પથ્થર સાથે ટકરાયું પણ

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં સોમવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આજે રેલવે અધિકારીઓ દ્વારા આપેલી માહિતી અનુસાર બરેલી જિલ્લામાં બરેલી-પીલીભીત રેલવે સેક્શનમાં એક પેસેન્જર ટ્રેનનું એન્જિન ટ્રેક પર મૂકેલા મોટા પથ્થર સાથે અથડાયું હતું. જોકે, ટ્રેનના લોકો પાયલટ દ્વારા સમયસર બ્રેક લગાવવાને કારણે કોઈ મોટું નુકસાન થયું નહોતું.
સોમવારે સાંજે ૫.૪૫ કલાકે ટનકપુરથી બરેલી શહેર જતી ટ્રેન નંબર ૭૫૩૦૨ શાહી રેલવે સ્ટેશનથી નીકળીને બિજોરિયા રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. પેસેન્જર ટ્રેનનું એન્જિન બિજોરિયા રેલવે સ્ટેશન પાસે કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા ટ્રેક પર મૂકેલા મોટા પથ્થર સાથે અથડાયું હતું.

જોકે, લોકો પાયલોટે સમયસર ટ્રેન રોકતા આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નહોતું. ટ્રેન બિજોરિયા રેલવે સ્ટેશન પર પહોંચતા લોકો પાયલટે રેલવે અધિકારીઓ તેમ જ જીઆરપીને આ ઘટનાની જાણ કરી હતી.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં મહાકુંભ અને કડકડતી ઠંડી અંગે Yogi Adityanath એ આરોગ્ય વિભાગને આપ્યા આ નિર્દેશ

ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓએ ટ્રેનનું નિરીક્ષણ કર્યા બાદ તેને આગળ રવાના કરવામાં આવી હતી. ઘટના વિશે વાત કરતા, ઇઝ્ઝત નગર વિભાગના વરિષ્ઠ વિભાગીય વાણિજ્ય પ્રબંધક સંજીવ શર્માએ જણાવ્યું હતું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર નેત્રપાલ સિંહની ફરિયાદ પર મંગળવારે મોડી રાત્રે નવાબગંજ પોલીસ સ્ટેશનમાં રેલવે એક્ટ-૧૯૮૯ની કલમ ૧૫૦ (ટ્રેનને ખરાબ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button