કોટા: રાજસ્થાનમાં શુક્રવારે મોડી રાત્રે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. કોટા જંકશન પાસે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે રેલવે ટ્રેક પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી અને ઘણી ટ્રેનોને અન્ય ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર, જોધપુર-ભોપાલ એક્સપ્રેસ ટ્રેન જોધપુરથી ભોપાલ જઈ રહી હતી, જ્યારે આ ટ્રેન શુક્રવારે મોડી રાત્રે કોટા જંકશન પાસે પહોંચી, તે જ સમયે અકસ્માત થયો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ ટ્રેન શુક્રવારે લગભગ 10 વાગ્યે જોધપુરથી નીકળીને ભોપાલ તરફ જઈ રહી હતી. જ્યારે ટ્રેન કોટા પહોંચી ત્યારે ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યારબાદ મુસાફરોમાં ગભરાઈ હતા. ઘટના બાદ રેલવેની ટીમે મુસાફરોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી નથી.
આ ઘટના બાદ ટ્રેક પરનો ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો અને ટ્રેનોને અન્ય રેલવે ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવી હતી. થોડા સમય બાદ રેલ્વે ટ્રેક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને ટ્રેનને રવાના કરવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેન લગભગ ત્રણ કલાક મોડી ચાલી રહી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને