ટોપ ન્યૂઝનેશનલ

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના; માલગાડી પાટા પરથી ઉતરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ…

રાઉરકેલા: ઓડિશામાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. આજે બુધવારે સવારે રાઉરકેલાના માલગોડાઉન બસ્તી વિસ્તારમાં એક માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી (Good Train Derailed in Raurkela Odisha) ગયા હતા, જેના કારણે રૂટ પર રેલ વ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત ફાટકથી થતા માર્ગ વ્યવહારને પણ અસર થઇ છે.

Also read : Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, હરિયાણામાં એફઆઇઆર નોંધાઇ

લોકોને હાલાકી:
અહેવાલ મુજબ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને નજીકના વિસ્તારમાં ઘૂસી ગયા. આ અકસ્માતને કારણે માલગોડાઉન રેલ્વે ફાટક અને બસંતી રોડ વચ્ચેનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોને હાલાકી પડી હતી. રેલવે અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ડબ્બાઓને દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

કોઈ જાનહાની નહીં:
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત રેલ્વેના કોઈ ટેકનિકલ ઓપરેશનમાં ખામીને કારણે થયો હતો. અત્યાર સુધી આ અકસ્માતમાં જાનહાનીના કોઈ અહેવાલ નથી, કોઈ ધાયલ પણ નથી થયું. પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આ રેલ્વે રૂટ પર રેલ ટ્રાફિક સરળતાથી ચાલવા લાગશે.”

Also read : હિમાચલમાં હિમવર્ષાઃ પ્રવાસીઓને બિનજરુરી મુસાફરી ટાળવા પોલીસે કરી અપીલ

રેલવેએ વિભાગના અધિકારીઓએ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. દક્ષિણ પૂર્વીય રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે ખાલી કન્ટેનર રેક રાઉરકેલા રેલ્વે યાર્ડમાં મૂકવામાં આવી રહી હતી, ત્યારે ડબ્બા બફર ઝોન અને ડેડ એન્ડ તોડીને પાછળના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ડબ્બા ખાલી હતાં.. ડબ્બા દિવાલ તોડીને વસાહતમાં લગભગ 10 મીટર અંદર ઘુસી ગયા હતાં. કોઈના ઘાયલ થવાના સમાચાર નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button