નેશનલ

બોલો, ટ્રેનમાં ભોજપુરી ગીત પર છોકરીઓએ માર્યા જોરદાર ઠુમકા, વીડિયો વાઈરલ

રાતોરાત લોકપ્રિય બનવા માટે સોશિયલ મીડિયા નામનું (ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ, યુટયુબ વગેરે) શોર્ટ કટ શસ્ત્રો લોકો બિંદાસ્ત અપનાવી રહ્યા છે. હવે લોકો રીલ્સ બનાવવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. મેટ્રો ટ્રેન હોય કે રેલવે સ્ટેશન પર સૌથી વધુ રીલ બનાવીને પોસ્ટ કરીને તેના પર વધતી લોકપ્રિયતાને કારણે લોકો હવે રોજે રોજ રીલ્સ બનાવવા લાગ્યા છે.

રીલ્સ બનાવવા અંતર્ગત તાજેતરમાં ભોજપુરી ગીત પર બે છોકરીઓએ ટ્રેનમાં ડાન્સ કર્યો હતો, જ્યારે એ વીડિયો પણ જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલી વીડિયોમાં બે પ્રવાસી અપર અને લોઅર બર્થમાં સૂતા જોવા મળે છે, જ્યારે બે છોકરીઓ ભોજપુરી ગીતમાં ઠુમકા મારીને ડાન્સ કરે છે. 14 સેકન્ડનો વીડિયો જોઈને અમુક લોકો ચોંકી ગયા હતા.

https://twitter.com/ChapraZila/status/1728639198520041736

ભોજપુરી ગીતના શબ્દોમાં ‘રાજા કઈલ બિયાહ તુ મોટા જઈબ હો’ પણ ટ્રેન્ડમાં આવી ગયું છે, જ્યારે આ ગીત પર છોકરીઓએ ઠુમકા લગાવીને ડાન્સ કર્યો હતો. આ વીડિયો ક્યારનો છે એ ખબર નથી, પરંતુ આજે વાઈરલ થઈ રહ્યો છે. જોકે, ભોજપુરી ડાન્સ તો સૌથી વધુ ફેમસ છે. મોટા ભાગે લગ્ન હોય યા પ્રસંગમાં ભોજપુરી ફિલ્મોના ગીતો સાંભળવા મળતા હોય છે, જ્યારે જાહેર સ્થળે પણ વગાડવામાં આવે ત્યારે લોકો તેના પર કૂદકા મારીને ડાન્સ કરતા હોય છે. વાઈરલ વીડિયોમાં બેથી ત્રણ છોકરી અલગ અલગ આઉટફીટમાં ડાન્સ કરતી પણ જોવા મળી હતી. એક્સ પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લોકોએ છોકરીઓની અશ્લીલતા અંગે આકરી ટીકા કરી કરી હતી.

વાઈરલ વીડિયો પર અમુક લોકોએ વ્યંગ કરીને તેના પર વીમેન એમ્પાવરમેન્ટ લખ્યું હતું. બીજા એક યૂઝરે લખ્યું હતું કે યે મુજરાવાલી બેટિયોને જીના હરામ કર રખા હૈ. મેટ્રો, ટ્રેન કહી ભી પારિવારિક માહૌલ ભી છોડા હીં નહીં.
રીલ્સ બનાવવાની વાત હવે નવી રહી નથી, કારણ કે આ અગાઉ પણ ટ્રેન અને મેટ્રોમાં વીડિયો બનાવવામાં આવતા હતા, પરંતુ દિવસે દિવસે તેનું પ્રમાણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. હવે મેટ્રો યા મેટ્રો કે પછી રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ છોકરા-છોકરી રિલ બનાવવાની સાથે ડાન્સ, કિસ કરવાની સાથે લડાઈના વીડિયો વિશેષ વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ તેના પર નિયંત્રણ જરુરી હોવાનું પ્રવાસી સંગઠને અનુરોધ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button