નેશનલ
બાંગ્લાદેશમાં ટ્રેન દુર્ઘટના: ૨૦નાં મોત
ઢાકા: બાંગ્લાદેશમાં સોમવારે એક માલગાડી પેસેન્જર ટ્રેન સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦નાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં.
કિશોરગંજમાં બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચટ્ટોગ્રામ તરફ જતી માલગાડી ઢાકા જતી ઈગારો સિંદુર ગોધૂલી એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. ભૈરબ રેલવે પોલીસ સ્ટેશનના ડ્યૂટી ઓફિસર સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૦ મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. બાંગ્લાદેશ ફાયર સર્વિસ અને સિવિલ
ડિફેન્સના મીડિયા ચીફ શાહજહાં સિકદરે જણાવ્યું હતું કે ફાયર સર્વિસના એક ડઝનથી વધુ એકમો બચાવ કામગીરી કરી રહ્યા છે. ક્ષતિગ્રસ્ત કોચ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.
પ્રારંભિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માલગાડી એગારો સિંદુર સાથે અથડાઈ હતી.