1st Septemberથી આવા કોલ્સ કરનારાઓની ખેર નથી, TRAIએ લીધો મહત્ત્વનો નિર્ણય…

સ્પેમ કોલ એ આજના સમયથી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને યુઝર્સને હવે આ સમસ્યાથી છુટકારો અપાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.
ટ્રાઈ દ્વારા બલ્ક કનેક્શનનો દુરુપયોગ કરનારી કંપનીઓ સાથે કડક પગલાં લેવાની જાહેરાત કરવામાં આવી છે અને આ અનુસાર ટેલિકોમ ઓપરેટર્સ રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા અને બીએસએનએલને પીઆરઆઈ કે એસઆઈપી કનેક્શનના માધ્યમથી સ્પેમ કોલ કરનારી કોઈ પણ કંપનીની સેવાઓ બંધ કરવામાં આવશે. એટલું જ નહીં આવું કરનાર કંપનીઓ દ્વારા તમામ ઓપરેટર્સ દ્વારા બે વર્ષ માટે બ્લેક લિસ્ટેડ એટલે કે બેન કરી દેવામાં આવશે.
ટ્રાઈ દ્વારા યુઝર્સ માટે માથાનો દુઃખાવો બની રહેલાં સ્પેમ કોલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ એ વાત પર ભાર મૂક્યો છે. આ માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ સાથે બેઠક પણ કરી હતી.
આ પણ વાંચો : શું તમને પણ મળ્યો છે આ મેસેજ! ‘TRAI આપી રહ્યું છે 3 મહિનાનું ફ્રી રિચાર્જ…’, સાવચેત રહેજો, નહીં તો….
ટ્રાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જાણકારી ટીએસપી દ્વારા અન્ય તમામ ટીએસપી સાથે શેર કરવામાં આવશે અને તે એ યુનિટ દ્વારા આપવામાં આવેલા ટેલિકોમ રિપોર્સેસને કાપી નાખશે અને તેને બે વર્ષ માટે બ્લેક લિસ્ટ કરશે. બ્લેક લિસ્ટિંગના સમયગાળા દરમિયાન કોઈ પણ ટીએસપી દ્વારા તેને કોઈ નવો ટેલિકોમ રિસોર્સની સુવિધા નહીં પૂરી પાડવામાં આવે.
સ્પેમ કોલ પર કડક કાર્યવાહીની સાથે સાથે જ ટ્રાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અનવેરિફાઈડ યુઆરએલ કે એપીકેવાળા તમામ મેસેજને પહેલી સપ્ટેમ્બર, 2024થી બ્લોક કરવામાં આવશે. ટેલિકોમ ઓપરેટર્સને મેસેજ ફ્લોની માહિતી પૂરી પાડવાની ક્ષમતા નિર્ધારિત કરનાપા સિસ્ટમને લાગુ કરવા માટે 31મી ઓક્ટોબર, 2024ની ડેડલાઈન પણ નક્કી કરવામાં આવી છે.
ટ્રાઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં સ્પેમ કોલ્સ નહીં સહન કરે અને આ માટે જવાબદાર તમામ લોકો સામે કડક પગલાં લેવા તૈયાર છે. ટેલિકોમ ઓપરેટર્સને ઉપાયો લાગુ કરવા માટે ટ્રાઈને સંપૂર્ણ સાથ-સહકાર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.