
સાયબર ફ્રોડ લોકોને છેતરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરે છે. હવે એક નવી પદ્ધતિ સામે આવી છે, જેમાં યુઝર્સને મેસેજમાં ફ્રી રિચાર્જ પ્લાનનું ખોટું વચન આપીને છેતરવામાં આવી રહ્યા છે. આ માટે સાયબર ઠગ ટ્રાઈના નામનો ઉપયોગ કરી રહ્યા છે.
તેઓ નકલી મેસેજ મોકલી રહ્યા છે. આ ફેક મેસેજની માહિતી PIB ફેક્ટ ચેક દ્વારા આપવામાં આવી છે. પીઆઈબીએ આ મેસેજથી સાવચેત રહેવા અને તેમાં રહેલી લિંક પર ક્લિક ન કરવા જણાવ્યું છે. PIB ફેક્ટ ચેકે X પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે એક મેસેજ વિશે માહિતી આપી છે જે આજકાલ ખૂબ જ સર્ક્યુલેટ થઈ રહ્યો છે. મેસેજમાં ટેલિકોમ રેગ્યુલેટર એજન્સી ટ્રાઈના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ટ્રાઈ 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહી છે, જે એટલા માટે આપવામાં આવી રહ્યું છે કારણ કે રિચાર્જ પ્લાન તાજેતરમાં મોંઘા થઈ ગયા છે. આફેક મેસેજમાં કહેવામાં આવ્યુ ંછએ કે ત્રણ મહિના માટે ફ્રી રિચાર્જ અને ઉપરાંત તમને 200 જીબી સુપરફાસ્ટ 4જી/5જી ડેટા મળશે. સાથે સાથએ તમને અનલિમિટેડ કોલિંગનો લાભ પણ મળશે. આ ઓફર 31 જુલાઇ સુધી જ છે. આ મેસેજ તદ્દન ફેક છે.
ટ્રાઈ દ્વારા કોઈ ફ્રી મેસેજ આપવામાં આવી રહ્યો નથી. સામાન્ય રીતે, આવા સંદેશાઓમાં એક લિંક હોય છે જેને ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આના પર ક્લિક કર્યું તો ખલાસ…. તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છે. તેઓ તમારા મોબાઈલમાંથી સંવેદનશીલ ડેટા, તમારા બેંકના પાસવર્ડ વગેરે ચોરી શકે છે. આવા સંદેશાઓથી સાવધાન રહેવાની જરૂર છે