નેશનલસ્પેશિયલ ફિચર્સ

Jio, Airtel, BSNL અને Vi યુઝર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, TRAI ભર્યું મહત્ત્વનું પગલું…

Jio, Airtel, BSNL અને Vi યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવતીકાલથી એટલે કે 11મી ડિસેમ્બર, 2024 નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નવો નિયમ મેસેજ ટ્રેસેબિલિટી સંબંધિત હશે. આ નવા નિયમને લાગુ કરવામાં આવતા જ મોબાઈલ પર આવનારા સ્પેમ મેસેજને રોકવામાં મદદ મળશે.

ટ્રાઈ દ્વારા આ નિયમ પહેલી ડિસેમ્બરથી લાગુ કરવામાં આવવાનો હતો. ટેલિકોમ કંપનીઓની માંગ પર ટ્રાઈએ સર્વિસ પ્રોવાઈડર્સને મેસેજ ટ્રેસેબિલિટી ટેક્નિક લાગુ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો હતો. અહીંયા તમારી જાણકારી માટે પહેલાં આ માટે 31મી ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને 30મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

ટ્રેસેબિલિટી સિસ્ટન ન હોવાને કારણે કોઈ બોગસ કમર્શિયલ મેસેજને ટ્રેસ નથી કરી શકાતા અને લોકો સાથે પણ છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બાબતને ધ્યાનમાં લઈને ટ્રાય દ્વારા અલગ અલગ સર્વિર પ્રોવાઈડર્સ દ્વારા બલ્કમાં મોકલવામાં આવતા કમર્શિયલ મેસેજના સોર્સની માહિતી મેળવનારી ટેક્નિક લાગુ કરવાના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : શું 1 નવેમ્બરથી ફોનમાં OTP નહીં આવે? TRAI અને ટેલીકોમ કંપનીઓનું આવું છે પ્લાનિંગ…

ટ્રાઈના મેસેજ ટ્રેસિબિલિટી નિયમ લાગુ થયા બાદ બનાવટી એસએમએસ, ફેક કોલને સરળતાથી ટ્રેક કરી શકાશે. પહેલાં એ વાતની ચર્ચા પણ કરાઈ રહી હતી કે ટ્રેસિબિલિટીનો નિયમ લાગુ થયા બાદ બેંકિંગ જેવા મહત્ત્વના કામ માટે આવનારા ઓટીપીવાળા મેસેજ ડિલિવરી થવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. પરંતુ બાદમાં ટ્રાઈ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે નવું નિયમ લાગુ થયા બાદ પણ ઓટીપી કોઈ પણ પ્રકારના વિલંબ વિના મળશે.

ટ્રેસેબિલિટી લાગુ થયા બાદ એ મેસેજને નેટવર્ક લેવલ પર બ્લોક કરી દેવામાં આવશે જે વોટલિસ્ટેડ નહીં હોય અને એનો સૌથી મોટો ફાયદો એ પણ થશે કે યુઝર્સ ખૂબ જ સરળતાથી પ્રમોશનલ મેસેજ ઓળખી શકશે. ટ્રાય દ્વારા આ માટે આશરે 27,000થી વધુ મુખ્ય સંસ્થાઓએ રજિસ્ટર કરી દીધું છે. સુરક્ષિત અને પારદર્શક કમ્યુનિકેશનની દિશામાં ટ્રાઈનું આ નિયમ મોટું પરિવર્તન લાવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button