વાઘણનો વીડિયો શૂટ કરી રહ્યા હતા પર્યટકો અને થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયા પર દરરોજ સેંકડો વીડિયો વાઈરલ થતાં હોય છે પણ એમાંથી સૌથી વધુ પસંદ જો કોઈ વીડિયો કરવામાં આવતા હોય તો તે છે વાઈલ્ડલાઈફ… વાઈલ્ડલાઈફના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જતા હોય છે, પણ આજે અમે અહીં જે વીડિયોની વાત કરવા જઈ રહ્યા છીએ એ વીડિયો જોઈને તો તમારા હાજાં ગગડી જશે. આવો જોઈએ એવું તે શું છે આ વીડિયોમાં…
ઉત્તરાખંડના જીમ કોર્બેટ નેશનલ પાર્કનો આ વીડિયો છે અને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વાઘણનો વીડિયો શૂટ કરી રહેલાં લોકોની જીપ પર વાઘણ હુમલો કરવાના ઉદ્દેશથી આગળ આવે છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો ગિરીજા પર્યટન ઝોનનો છે અને મોબાઈલ પર વીડિયો શૂટ કરી રહેલાં પર્યટકોની જીપ્સી પર વાઘણ હુમલો કરવાનો પ્રયાસ કરી રહી છે. આ પૂરા વીડિયો દરમિયાન વાધણ એકદમ ગુસ્સામાં દેખાઈ રહી છે.
આ વીડિયો ગયા મહિનાનો હોવાનું કહેવાઈ રહ્યો છે પણ સોશિયલ મીડિયા પર તે હમણાં વાઈરલ થઈ રહ્યો છે. 11 સેકન્ડના આ વીડિયોમાં જિપ્સી સવાર પર્યટક ઝાડીમાંથી નીકળી રહેલી વાઘણને જોવા માટે ઊભા છે અને ઝાડીથી નીકળી રહેલી વાઘણ રસ્તો પાર કરવા માટે પર્યટકોને ઘૂરકિયાં કરતી બહાર નીકળી રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે તે પર્યટકોને તેનાથી દૂર રહેવાની ચેતવણી આપી રહી છે.
પર્યટકો વીડિયો બનાવી રહ્યા હોય છે એ સમયે વાઘણ હુમલો કરવાનો પ્રયાસ કરતી જિપ્સીની સામે આવી રહી છે પણ અધવચ્ચે જ તે પાછી ફરી જાય છે. વીડિયોમાં જે રીતે વાઘણ ગુસ્સામાં દેખાઈ રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પોતાના વિસ્તારમાં માણસોની હાજરીથી વાઘણ નારાજ છે.
વાઈલ્ડલાઈફ નિષ્ણાત અને ગાઈડ સંજય છિમ્વાલે જણાવ્યું હતું કે આ વીડિયો ડિસેમ્બર મહિનાનો છે અને આ વાઘણ પહેલાંથી જ અગ્રેસિવ નેચરવાળી છે. કેટલાક વાઘ ખૂબ જ આક્રમક હોય છે અને આ વાઘણ પર્યટકોને પોતાની નજીક જોઈને હંમેશા જ આ રીતે રિએક્ટ કરે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.