14મી માર્ચના ચંદ્ર થશે લાલચોળ, કારણ જાણીને ચોંકી ઉઠશો…
![March 14, 2025 Total Lunar Eclipse Blood Moon](/wp-content/uploads/2025/02/total-lunar-eclipse-blood-moon.jpg)
વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ (Lunar Eclips) 14મી માર્ચના થવા જઈ રહ્યું છે. દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ અને સ્પેસલવર્સ માટે આ ચંદ્રગ્રહણ એક શાનદાર નજારો લઈને આવશે. આ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે અને આ સમયે પૃથ્વીની છાયા ચંદ્રમાને સંપૂર્ણ રીતે ઢાંકી દેશે જેને કારણે ચંદ્ર એક લાલચોળ થઈ જશે. આ ઘટનાને ખગોળીય ભાષામાં બ્લડ મૂન કહેવાય છે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 14મી માર્ચના લાગશે ત્યારે ચાલો જાણીએ આ ગ્રહણ ક્યારથી લાગશે અને ક્યાં ક્યાં તે દેખાશે-
Also read : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ
ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાં ક્રમશઃ એક લાઈનમાં આવ્યા બાદ થાય છે. વચ્ચે હોવાને કારણે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને એને કારણે ચંદ્રનો રંગ બદલાય છે અને તે અલગ દેખાય છે. ચંદ્ર ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે જેમાં પૂર્ણ ચંદ્રગ્રહણ, ઉપછાયા ચંદ્રગ્રહણ અને આંશિક ચંદ્રગ્રહણ. 14મી માર્ચના થનારું ચંદ્રગ્રહણ એ એક પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.
સ્પેસ એજન્સી નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ છ કલાક કરતાં લાંબા સમય સુધી ચાલશે અને આ સમયે ઉપછાયા, આંશિક અને પૂર્ણ ગ્રહણના તબક્કામાંથી પસાર થશે. આવો જોઈએ ક્યારે શરુ થશે આ ચંદ્રગ્રહણ-
ઉપછાયા ગ્રહણ સવારે 9.27 કલાકે
આંશિક ગ્રહણ શરુ થશે સવારે 10.39 કલાકે
પૂર્ણ ચંદ્રગ્રહણ શરૂ થશે સવારે 11.56 કલાકે
અધિકતમ ગ્રહણ બપોરે 12.18 કલાકે
પૂર્ણ ચંદ્રગ્રહણ સમાપ્ત થશે બપોરે 1.01 કલાકે
આંશિક ચંદ્રગ્રહણ સમાપ્ત થશે બપોરે 2.17 કલાકે
ઉપછાયા ચંદ્રગ્રહણ સમાપ્ત થશે બપોરે 3.30 કલાકે
Also read : ISRO ની વધુ એક ઝળહળતી સિદ્ધી; SpaDeX મિશન સફળ રહ્યું, દુનિયાનો ચોથો દેશ બન્યો
વાત કરીએ આ ગ્રહણ ભારતમાં દેખાશે કે કેમ એની તો સ્પેસ લવર્સ માટે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ભારત કે એના પડોશી દેશમાં નહીં જોવા મળે. આવું એટલા માટે થશે કે જ્યારે ચંદ્રગ્રહણ થશે ત્યારે ભારતમાં દિવસનો સમય ગશે. આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણને જોવાનું શક્ય નથી. યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં આ ગ્રહણ જોવા મળી શકે છે.