નેશનલ

ભારતીયોને ક્રિકેટ અને રાજકરણમાં છે સૌથી વધુ રસ! જોકે ગરમીએ પણ મેળવ્યું ટોપ ગૂગલ સર્ચમાં સ્થાન

મુંબઈ: 2024નું વર્ષ થોડા દિવસો બાદ પૂરું થઇ જશે, આ વર્ષ દરમિયાન લોકોએ સર્ચ એન્જીન Google પર કરેલા સર્ચ અંગે રસપ્રદ અહેવાલ બહાર પાડવામાં અવ્યો છે. Google દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષ દરમિયાન ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL), T20 વર્લ્ડ કપ અને BJP આ કીવર્ડ્સ સૌથી વધુ સર્ચ થયા હતા. આ ડેટા સૂચવે છે કે ભારતીયોને ક્રિકેટ અને રાજકારણમાં કેટલો રસ છે.

IPL 2024ની ફાઇનલ મેચના દિવસો પહેલા “ઇન્ડિયન પ્રીમિયર લીગ” કીવર્ડ ટોચ રહ્યો સર્ચમાં હતો. “T20 World cup” એકંદર Google સર્ચમાં બીજા સ્થાન પર રહ્યું.

ભારતીયોને રાજકારણમાં રસ:
રાજકારણ કેટેગરીમાં સૌથી વધુ સર્ચ કરાયેલો કીવર્ડ “ભારતીય જનતા પાર્ટી(BJP)” હતો, જેની Google સર્ચ 2 થી 8 જૂનની વચ્ચે વધી હતી, આ સમયમાં જ સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા હતા.

લોકસભા ઉપરાંત વિવધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાણવા માટે “Election Results 2024” એ કીવર્ડ પણ આ વર્ષે ગૂગલ પર ઘણો સર્ચ થયો હતો, આ કીવર્ડ ચોથા સ્થાને રહ્યો.


Also read: આ હતા 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા મૂવીઝ 


ક્રિકેટ સિવાય આ રમતો પણ લોકપ્રિય:
પેરિસ ઓલિમ્પિક્સ 2024, પ્રો કબડ્ડી લીગ અને ઈન્ડિયન સુપર લીગમાં પણ આ વર્ષે સર્ચ થયા, જે ક્રિકેટ ઉપરાંતની રમત પ્રત્યે ભારતમાં વધતી જતી રુચિને દર્શાવે છે.

ગરમીએ લોકોને દઝાડ્યા:
આ વર્ષે દેશના મોટાભાગના વિસ્તારોમાં અતિશય ગરમી પડી હતી, જેના વિવિધ પાસાઓ જાણવા માટે લોકો ગુગલનો સહારો લીધો હતો. વર્ષ 2024માં “excessive heat”ની કીવર્ડના સર્ચમાં વધારો થયો હતો.

રતન ટાટાને શ્રધાંજલિ:
ભારતના જાણીતા ઉદ્યોગ પતિ રતન ટાટાનું નામ પર ગુગલ પર સર્ચ કરવામાં આવ્યું હતું. ઑક્ટોબર મહિનામાં 86 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું, ઑનલાઇન પ્લેટફોર્મ પર લોકોએ તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

રસપ્રદ વાત એ છે કે, આ વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના નામ ભારતમાં સૌથી વધુ ગુગલ સર્ચ કરાયેલા લોકોમાં સામેલ છે, આ વર્ષે જુલાઈમાં બંનેના લગ્ન થયા હતાં. ભારતના ટોચના રાજકીય નેતાઓ, બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસ લીડર્સે તેમના ભવ્ય લગ્નોત્સવમાં હાજરી આપી હતી.

ગૂગલે વિવિધ કેટેગરી મુજબ અલગ અલગ ડેટા પણ બહાર પાડ્યો છે, જેમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી મૂવીઝ, શો, ગીતો, સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, મેચ અને લોકોનો સમાવેશ થાય છે.

Google પર સૌથી વધુ સર્ચ થયેલા ટોચના 10 કીવર્ડ્સ:
 1.⁠ ⁠Indian Premier League
 2.⁠ ⁠T20 World Cup
 3.⁠ ⁠Bharatiya Janata Party
 4.⁠ ⁠Election Results 2024
 5.⁠ ⁠Olympics 2024
 6.⁠ ⁠Excessive Heat
 7.⁠ ⁠Ratan Tata
 8.⁠ ⁠Indian National Congress
 9.⁠ ⁠Pro Kabaddi League
10.⁠ ⁠Indian Super League

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button