આવતીકાલે યોજાનાર NEET PGની પરીક્ષા મોકૂફ: NTA પ્રમુખને કરાયા ફરજમુક્ત | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

આવતીકાલે યોજાનાર NEET PGની પરીક્ષા મોકૂફ: NTA પ્રમુખને કરાયા ફરજમુક્ત

નવી દિલ્હીઃ આવતીકાલે 23 જૂન ના રોજ યોજા નારી NEET-UG ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. જોકે NEET PGની પરીક્ષા આવતી કાલે યોજાવાની હતી, પરીક્ષાના એક દિવસ પહેલા જ મોકૂફ કરી દેવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું હતું કે પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. UGC-NET ની પરીક્ષા રદ થયા બાદ વિવાદોની વચ્ચે આ પરીક્ષા પણ મોકૂફ કરી દેવામાં આવી છે.

NEET -UG અને UGC NET ની આ પરીક્ષા ના આયોજનમાં ગેરરીતિના આરોપોને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA નાં પ્રમુખ સુબોધ કુમાર રાતે તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે. DoPT વિભાગ દ્વારા હાલ તેમને સેવા નિવૃત કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં કોઈ આદેશ મળે ત્યાં સુધી તેઓ હોદ્દાની ફરજોથી મુક્ત કરવામાં આવ્યાં છે.

Back to top button