નેશનલ

….તો આવતીકાલથી હજારથી વધુ દવાના ભાવમાં થશે વધારો

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ જાહેર જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે, જે પૈકી આવતીકાલથી મહત્ત્વની દવામાં ખાસ કરીને પેઈન કિલર, એન્ટિબાયોટિક્સ અને ઈન્ફેક્શન વિરોધી દવાના ભાવમાં વધારો થશે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગુ પડશે, એમ એક અહેવાલમાં જાણવા મળ્યું હતું.

પહેલી એપ્રિલથી લાગુ થનાર સરકારી ફરમાનના કારણે દવાઓના ભાવવધારાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભારણ પડી શકે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી એક નોટિસ બાહર પાડી હતા, જેમાં જણાવ્યાનુસાર હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સમાં થનારા વાર્ષિક ફેરફારના અનુરૂપ કેન્દ્ર સરકારે બાહર પાડેલી આવશ્યક દવાઓની નેશનલ લિસ્ટને પગલે દવાઓના ભાવમાં .0055 ટકાના વધારાને મંજૂરી આપી છે.

એક એપ્રિલથી મોંધી થનારી દવાની યાદીમાં 1,000થી વધારે દવાઓનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં પેરાસીટામલ, એન્જિથ્રોમાઈસિન જે ઈન્ફેક્શનમાં કામ આવે છે. આ ઉપરાંત એન્ટિ-એનેમિયા મેડિસિન્સ, વિટામિન્સ, એસ્ટેરોય અને મિનરલ્સના ભાવમાં વધારો થશે. કેટલીક દવાઓ એવી પણ છે જે કોવિડની સારવારમાં કામ આવે છે.

ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આર્થિક સલાહકાર કાર્યાલય અનુસાર ડબલ્યુપીઆઈ ડેટાના આધારે વાર્ષિક ફેરફારમાં આજ સમયની તુલનામાં વધારો થયો હતો, જે કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન (+)0.00551 ટકા હતો. કિંમતોમાં આ વધારો ગયા વર્ષે 12 ટકા અને 2022માં 10 ટકા વધારા બાદ આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button