આવતીકાલે ઈમ્તિહાનની ઘડી છે ઈસરો માટે
જાણો મિશન ગગનયાનના 8.8 મિનીટના પ્રોગ્રામમાં શું-શું થશે…
શ્રીહરિકોટ્ટાઃ ઈસરોના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. શનિવારે સવારે આઠ વાગ્યે મિશન ગગનયાનના પહેલાં ટ્રાયલમાં શું-શું કરશે એ અંગેની મહત્વની અપડેટ ઈસરો દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં પણ ઈસરો દ્વારા 8.8 મિનીટનો એક પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં આ ટ્રાયલમાં શું થશે એની માહિતી આપવામાં આવી છે.
ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રોકેટ ક્રુ મોડ્યુલનું એક રેપ્લિકા લઈને જશે, જેમાં ભારતીય અંતરીક્ષ યાત્રીઓનું એક ગ્રુપ આશરહે બે વર્ષ બાદ સ્પેસમાં જશે. આશરે એક મિનીટ બાદ ક્રુ મોડ્યુલ (સીએમ) સાથે એક ક્રુ એસ્કેપ સિસ્ટમ (સીઈએસ) રોકેટથી અલગ થઈ જાય છે. સીઈએસ જ 16.6 કિલોમીટરની ઉંચાઈ સુધી પહોંચી જશે એનો અર્થ એવો થશે કે એમાં કોઈ સમસ્યા છે અને ઈસરોના વૈજ્ઞાનિકો આ મિશનને રદ કરી નાખશે. ક્રુ મોડ્યુલના રોકેટના લોન્ચિંગના સ્થળથી 10 કિમી દૂર મોકલવામાં આવશે અને વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાને ઈન્ફ્લાઈટ એબોર્ટ ડેમોન્સ્ટ્રેશન તરીકે ઓળખે છે.
ગુરુવારે આ વિશે માહિતી આપતા મિશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ફાઈનલ ચકાસણી કરાઈ રહીછે. વાતાવરણ અનુકૂળ હશે ત્યારે અમે નક્કી કરેલા સમયે લોન્ચ કરીશું. એટલું જ નહીં અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કે ક્રુ-એસ્કેપ સિસ્ટમ અને ક્રુ મોડ્યુલની સાથે સ્પેશિયલ પરિક્ષણ કરનાર વેહિકલ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આવો જોઈએ 8.8 મિનીટના શનિવારે થનારા મિશનમાં કઈ ઘડીએ શું થશે-
⦁ ઈન ફ્લાઈટ એબોર્ટ ડેમોન્સ્ટ્રેશન 8.8 મિનીટ સુધી ચાલશે.
⦁ એ 1.2 માચ (1,482 કિલોમીટર પ્રતિ કલાક)પર ચઢાણ દરમિયાન એક એબોર્ટ જેવી સ્થિતિનું અનુકરણ કરશે.
⦁ ક્રુ-એસ્કેપ સિસ્ટમ ક્રુ મોડ્યુલની સાથે 11.7 કિલોમીટરની ઉંચાઈ પર પહોંચીને ટેસ્ટ વેહિકલ (ટીવીથી અલગ થઈ જશે.
⦁ એબોર્ટ સિક્વન્સ જાતે જ સીઈએસ, સીએમ સેપરેશન 16.6 કિલોમીટર પર શરૂ થશે.
⦁ શ્રીહરિકોટ્ટાથી આશરે 10 કિલોમીટર દૂર પેરાશૂટ તહેનાત થઈ જાય છે અને સીએમ નીચે પડી જાય છે.
⦁ ભારતીય નૌસેનાની ટીમ સ્પલેશડાઉન બાદ સીએમને ઉઠાવશે, જ્યારે સીઈએસ અને ટીવીના અમુક હિસ્સાઓ સમુદ્રમાં ડૂબી જશે.