ધર્મતેજનેશનલ

આજનું રાશિફળ (15-09-23): કર્ક, કુંભ સહિત આ ચાર રાશિના જાતકોને થશે આર્થિક લાભ…

Raashi
Edited: Mumbai Samachar

મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થવાનો છે. જો તમે કોઈ નવું કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા તો આજે તમને એમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પણ તેમ છતાં આ કામ ભવિષ્યમાં તમને સારો એવો નફો કરાવશે. આજે તમે કોઈ પાસેથી આર્થિક મદદ માંગો છો તો આજે તમને એ સરળતાથી મળી શકે છે. નવું વાહન કે જમી ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થઈ રહું છે. લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી આવી રહી હશે તો આજે વાતચીતથી એનો ઉકેલ આવશે. ઉતાવળમાં કોઈ પણ કામ કરવાનું ટાળો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો.

સામાજિક ક્ષેત્રમાં કામ કરતા વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પારિવારિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે અને પૂરેપૂરો સહયોગ મળશે. આજે તમે વડીલોનો આદર કરશો. કામના સ્થળે તમને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આજે તમે દિવસનો થોડો સમય તમારા મિત્રો સાથે મોજ-મસ્તીમાં પસાર કરશો. પરિવારના કોઈ સભ્યને તમારી વાત ખરાબ લાગી શકે છે અને એને કારણે બિનજરૂરી વાદ-વિવાદ ઊભો થઈ શકે છે.

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે વાણી અને વર્તનથી લોકોના દિલ જીતી શકશો. પરિવારમાં અનુશાસન જાળવી શકશો. આજે તમને કોઈ શુભ કાર્યમાં જવાની તક મળશે. જો તમે આર્થિક સંકળાશનો સામનો કરી રહ્યા હતા તો આજે તમને એમાં રાહત મળશે. આજે કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં વિચારવું પડશે, નહીં તો તમારાથી ભૂલ થઈ શકે છે.

Rashi
Edited: Mumbai Samachar

આ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ છે. વેપારમાં સુધારો થતો જણાઈ રહ્યો છે. આજે તમને કોઈ મોટા કામ સાથે જોડાવવાની તક મળશે. બેંકિંગ ક્ષેત્રોમાં કામ કરતા લોકો બચત યોજનાઓ પર ઘણું ધ્યાન આપશે અને તમારે સંવેદનશીલ બાબતોમાં સાવચેત રહેવું જોઈએ. કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તમારે ખૂબ કાળજી લેવી પડશે, નહીંતર કોઈ ભૂલ થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કામ સંપન્ન થઈ રહ્યા છે.

આજે સિંહ રાશિના લોકોમાં ત્યાગ અને સહકારની ભાવના જોવા મળશે. તમે આજે બધાનું સન્માન કરશો. તમારી આવક અને ખર્ચ પર ધ્યાન આપો અને તેના માટે બજેટ બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. તમારે તમારા કામમાં ધીરજ રાખીને આગળ વધવું જોઈએ. તમને તમારા મિત્રો તરફથી લાભ મળશે. બધાને જોડવાના તમારા પ્રયાસો વધુ સારા રહેશે. કોઈ સરકારી કામમાં તમને સારો લાભ મળશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થતું જણાઈ રહ્યું છે.

કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ આવકના નવા-નવા સ્ત્રોત લઈને આવી રહ્યો છે. વેપારમાં તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તમે બધાને સાથે લેવાનો પ્રયાસ કરવામાં સફળ થશો. તમારે જરૂરી કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ અને તમારી કેટલીક લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા વિરોધીઓ સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક વાતચીત કરવી પડશે. જો તમારા કામમાં કેટલીક અડચણો હશે તો તે પણ દૂર થતો જણાઈ રહી છે.

તુલા રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. આજે તમે તમારી વૈભવી અને મોજ-શોખની વસ્તુઓ ખરીદવા પર સારો એવો પૈસા ખર્ચ કરશો. આજે તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થતા તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. આજે ઘરે તમે આનંદમય સમય પસાર કરશો અને તમને સરકારી વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમને વ્યવસાયમાં સારી સફળતા મળશે. આજે તમે કોઈ યોજના વિશે પરિવરના સભ્યો સાથે ચર્ચા કરી શકો છો.

ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ આ રાશિના લોકો ખૂબ જ સારો રહેવાનો છે. તમારા કોઈપણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે અને તમે તમારી કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓ અંગે નિર્ણય લઈ શકશો. જો તમે કોઈ કામમાં સહયોગ કરશો તો તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમને સેવાકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તક મળશે અને મિત્રો સાથે બહાર જઈ શકો છો. આજે ઘરમાં મહેમાનનું આગમન થતાં પરિવારના સભ્યો તૈયારીમાં વ્યસ્ત રહેશે.

આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ તમારા માટે સારો રહેવાનો છે. મહત્વપૂર્ણ કાર્યોમાં તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારે વ્યવસાયમાં અનુશાસન જાળવવું પડશે. જો તમે ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો, તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. તમે પરિવારના સભ્યોને પિકનિક વગેરે પર લઈ જવાની યોજના બનાવી શકો છો. તમારા કેટલાક વિરોધીઓ તમારા પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરશે, જેનાથી તમારે બચવું પડશે.

વિવાહિત જીવન જીવતા લોકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકો છો અને જો તમે પરિવારમાં કોઈને કોઈ વચન આપ્યું હોય તો તમે તેને સમયસર પૂરું કરશો. તમને મિત્રો તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે. સ્થિરતાની લાગણી પ્રબળ થશે અને તમે તમારા કાર્યોમાં સક્રિય રહેશો, તો જ તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો. કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો, નહીં તો તે તમારી સાથે દગો કરી શકે છે.

નોકરી કરનારા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. ભગવાનમાં શ્રદ્ધા અને આસ્થા જાળવી રાખશે. તમારે લેવડ-દેવડના મામલામાં સાવધાની રાખવી પડશે અને તમારા કામમાં સારું પ્રદર્શન કરશો. તમે સખત મહેનત અને સમર્પણથી લોકોને આશ્ચર્યચકિત કરશો. ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળશે. તમારે ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓની અવગણના ન કરવી જોઈએ, નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

મીન રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્તમ ફળદાયી રહેવાનો છે. તમે મિત્ર સાથે કોઈ મનોરંજનના કાર્યક્રમમાં સહભાગી થઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારી અંદર પ્રતિસ્પર્ધાનો ભાવ જોવા મળશે. સરકારી કામકાજમાં તમને નીતિ-નિયમોનું પૂરેપૂરું પાલન કરશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હતી શિક્ષક સાથે વાત કરીને એનો ઉકેલ લાવી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button