આજનું રાશિફળ (03-10-24): આ ત્રણ રાશિના જાતકોને પહેલે નોરતે જ મળશે Good News… જુઓ શું છે તમારી રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામ કરવાથી બચવાનો રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધશે જેને કારણે પરિવારના લોકો ખુશ થશે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે, ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે. જીવનસાથીની પ્રગતિ જોઈને ખુશ થશો. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે આજે પાછા મળી શકે છે. નોકરી શોધી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. લાંબા સમયથી કોઈ મુશ્કેલીને કારણે ચિંતિત હશો તો એમાં રાહત મળશે.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. પરિવારના સભ્યો કોઈ માંગલિક કાર્યની તૈયારીઓમાં વ્યસ્ત રહેશે. પિતાની તબિયત બગડતાં આજે તમારે થોડી ભાગદોડ કરવી પડશે. એક સાથે અનેક કામ આવી પડતાં થાક અને માથાનો દુઃખાવો રહેશે. તમારા કોઈ એવા કામ કે જે તમને મુશ્કેલી ઊભી કરી રહ્યા છે એને આવતીકાલ પર ટાળવાનું ટાળો. સંતાનની સોબત પર ખાસ ધ્યાન આપો.
તમારા માટે આજનો દિવસમાં ખૂબ જ સાંભળીને કામ કરવાનો રહેશે. આજે પૈસા બાબતે કે લેવડ દેવડના મામલામાં પણ ખાસ સાવધાની રાખો. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા સતાવે તો તેને અવગણશો નહીં. માતા આજે તમને કોઈ મોટી અને મહત્ત્વની જવાબદારી સોંપી શકે છે. આજે તમારી જવાબદારીઓ પ્રત્યે બેદરકારી દેખાડવાનું ટાળો. આસપાસના લોકો પાસેથી કોઈ મહત્વની માહિતી મળશે પણ તે કોઈ સાથે પણ શેર કરવાનું ટાળો.
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક બાબતો સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. તમે તમારી આવકનો અમુક હિસ્સો દાન ધર્મ પાછળ ખર્ચ કરશો. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. આજે કોઈ નવી વસ્તુ કે વાતથી તમને ખુશી થશે. ભાઈ બહેન સાથે કોઈ મુદ્દે ચર્ચા થશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે ભવિષ્યને લઈને કોઈ ચર્ચા કરી શકો છો અને એની યોજના બનાવશો. આજે કોઈ જગ્યાએ નોકરી માટે અરજી કરવાનુ વિચારી રહ્યા હતા તો તેમાં સફળતા મળશે. નવું વાહન ખરીદશો. સહકર્મચારી સાથે આજે સુમેળભર્યા સંબંધો બનશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારી કોઈ ભૂલ પરિવારના લોકો સામે આવશે.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે પરેશાન રહેશો. આર્થિક બાબતો પણ તમારા હાથ બહાર જશે. કોઈ પણ નવા કામની શરૂઆત ખૂબ જ સમજી વિચારીને કરો. પરિવારની જવાબદારીઓને કારણે થોડા ચિંતિત રહેશો. કોઈ પાસેથી પણ ઉધાર લેવાનું ટાળો, કારણ કે ચૂકવવામાં મુશ્કેલી પડશે. ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખો.
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ સમૃધ્ધિ લઈને આવશે. આજે તમારા પર કામનું દબાણ વધશે, અને એને કારણે તમને તમારા કામ પૂરાં કરવામાં મુશ્કેલીઓ આવશે. આજે પ્રોપર્ટી કે ઘર ખરીદવા માટે જો કોઈ પાસેથી પૈસાની મદદ માંગશો તો તે સરળતાથી મળી શકે છે. પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગશે. આજે કોઈ વાતને લઈને તમારા મનમાં શંકા રહેશે, જો એવું હોય તો કોઈ પણ વાતમાં કે કામમાં આગળ વધવાનું ટાળો. તમારા ભાઈ તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેશે. બિઝનેસમાં ખૂબ જ સૂઝબૂઝથી આગળ વધવું પડશે. આજે કોઈ સાથે પાર્ટનરશિપમાં નવું કામ શરૂ કરી શકો છો. લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો તે આજે પૂરું થશે. પરિવારના લોકો તમારા કામ અને વાતને મહત્વ આપશે. કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું પ્લાન કરશો. આજે કોઈ જૂનું દેવું ચૂકવવામાં તમને સફળતા મળશે.
આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓ વધારવાનો દિવસ રહેશે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમારે થોડું ધ્યાન રાખવું પડશે. આજે તમે તમારા જ કામથી એકદમ ખુશ રહેશો. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમને તમારા માતા તરફથી આર્થિક લાભ મળશે. લવ લાઈફ જીવતા લોકો તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ રોમેન્ટિક હશે, જેનાથી તેમના માટે તેમના કામ કરવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું પડશે.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે તમારા સંતાન સાથે અમુક આનંદથી ભરપૂર ક્ષણો વિતાવશો. નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબ કામ મળી શકે છે, જેનાથી તેમનું મનોબળ વધશે. આજે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારે કોઈપણ ખોટા માર્ગે પૈસા કમાવવાથી બચવું પડશે. જો તમે કોઈ કામને લઈને કોઈ તણાવનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ દૂર થઈ જશે. તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.
આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. ભવિષ્યને લઈને આજે તમે પ્રોપર્ટી કે અન્ય જગ્યાએ રોકાણ કરશો, જે તમારા માટે સારું રહેશે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. જીવનસાથી માટે કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ લાવશો. નોકરી કરી રહેલા લોકોએ આજે ખાસ સાવધ રહેવું પડશે જેથી આસપાસના લોકોને ઓળખી શકાય. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવી પડશે.
આજનો દિવસ મીન રાશિના જાતકો માટે ધર્માદા કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે. તમને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ રસ રહેશે. તમારા કામથી તમને નવી ઓળખ મળશે. તમને ધંધામાં ઓછા ખર્ચથી સારો નફો મળવાની સંભાવના છે. જો જીવનસાથી સાથે કોઈ તકરાર ચાલી રહી હોય તો તે પણ વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. તમે તમારા પરિવારના કોઈ સભ્યની કારકિર્દીને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારા કેટલાક નવા પ્રયત્નો ફળ આપશે. તમને તમારા ભાઈ-બહેનો તરફથી સંપૂર્ણ સાથ સહકાર મળશે.