નેશનલ

અયોધ્યામાં આજનો દિન ઐતિહાસિક: સિંધિયા

નવી દિલ્હી: અયોધ્યા એરપોર્ટના ઉદ્ઘાટનનો શનિવારનો દિવસ દેશ માટે ઐતિહાસિક છે તેવું કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે કહ્યું હતું. ૬૫૦૦ ચોરસ મીટર પર પથરાયેલું એરપોર્ટની વાર્ષિક ક્ષમતા ૧૦ લાખ પ્રવાસીઓની છે. સિંધિયાએ કહ્યું કે શનિવારનો દિવસ ન કેવળ નાગરિક ઉડ્ડયન માટે, અયોધ્યા શહેર માટે, ઉત્તર પ્રદેશ અને ભારત દેશ માટે પણ હિંદુત્વમાં માનનારા વિશ્ર્વના શ્રદ્ધાળુઓ માટે ઐતિહાસિક દિવસ નીવડશે.

એરપોર્ટનો રન-વે ૨,૨૦૦ મીટર લાંબો છે. દિવસ, રાત અને ધુમ્મસની લો વિઝિબિલિટીની પરિસ્થિતિમાં પણ એરપોર્ટનું સંચાલન થઈ શકશે. રામ મંદિરની કલાકૃતિ એરપોર્ટ પર જોવા મળશે.

એરપોર્ટને મંદિરના સ્વરૂપમાં બનાવવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામના જીવનના ૧૧૫ ચિત્રોમાં દર્શાવવામાં આવ્યા છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં ઈન્સ્યૂલેટેડ સર્ફિંગ સિસ્ટમ, એલઈડી લાઈટિંગ, રેઈનવૉટર હાર્વેસ્ટિંગ, ફૂવારાઓ, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, સોલર પાવર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા છે.

પ્રથમ ચરણમાં એરપોર્ટને રૂ. ૧,૪૫૦ કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. બીજા ચરણમાં એરપોર્ટને ૫૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાવવામાં આવશે. ઈન્ટરનેશનલ ફલાઈટસનું ઉતરાણ થઈ શકે તે માટે રન-વેને લંબાવી ૩,૭૫૦ મીટર કરવામાં આવશે, તેવું સિંધિયાએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?