આજે ફ્લાઇટમાં ફરી બોંબની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ, 184 મુસાફરો હતા સવાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલા વિમાનમાં બોંબની સૂચના બાદ ઈમરજન્સી લેંડિંગ દકરવામાં આવ્યું હતું. વિમાને ઉડાન ભર્યા બાદ બોંબની અફવા ફેલાઇ હતી. જે બાદ તેને પરત ઇંદિરા ગાંધી એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 174 મુસાફરો, 3 બાળકો અને 7 ચાલક દળના સભ્યો સવાર હતા. આ પહેલાં મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટમાં બોંબની સૂચના બાદ વિમાનનો રૂટ બદલીને અમદાવાદ મોકલવામાં આવ્યું હતું. આજે એક અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું કે, તપાસ દરમિયાન વિમાનમાં કંઈ મળ્યું નહોતી અને બોંબની સૂચના ખોટી હતી.
બીજીતરફ એર ઈન્ડિયા અને ઈન્ડિગો ફ્લાઇટમાં બોંબ હોવાની અફવા મામલે મુંબઈ પોલીસે છત્તીસગઢથી રાજનાંદગાંવ પહોંચીને એક સગીર, તેના પિતાતથા અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી હતી. મંગળવારે દેશના સાત વિમાનોને બોંબની ધમકી મળી હતી. આ ધમકી બાદ ગભરાટ ફેલાયો હતો અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી હતી. વિમાનોને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ધમકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી છે. આ પછી, સુરક્ષા એજન્સીઓએ ધમકી આપનાર વ્યક્તિને શોધવાના પ્રયાસો તેજ કર્યા. ઉપરાંત, સાવચેતી માટે ઘણા પગલાં લેવામાં આવ્યા હતા.
સિંગાપોર સશસ્ત્ર દળોએ મંગળવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનને બોંબની ધમકી મળતાં તેને દૂર ખસેડવા માટે બે ફાઈટર જેટ મોકલ્યા હતા, ત્યારબાદ તે સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. મદુરાઈથી સિંગાપોર જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX 684માં બોંબ હોવાની ધમકી મળી હતી.
ધમકીભર્યા કોલ અને હવાઈ ભાડાનો મુદ્દો સંસદીય સમિતિ સમક્ષ ઉઠાવવામાં આવ્યો
રાજ્યસભાની સંસદીય સમિતિની બેઠકમાં સિવિલ ફ્લાઈટ્સ અંગે ધમકીભર્યા કોલ અને હવાઈ ભાડાંનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સરકારે માહિતી આપી હતી કે હોક્સ કોલને લઈને કેટલાક પગલા લેવામાં આવ્યા છે. આવા કેટલાક લોકોની ઓળખ પણ કરવામાં આવી છે. બેઠકમાં સાંસદોને કેટલીક માહિતી આપવામાં આવી હતી. સરકાર ધમકીભર્યા કોલને લઈને ગંભીર છે.