ભાજપના નેતા રવિ કિશને કોને કહ્યું કે તેમની બુદ્ધિ કામ નથી કરતી…
લખનઉ: ચૂંટણીના પરિણામો જણાવી રહ્યા છે કે કાંગ્રેસના દરેક જગ્યાએથી સૂપડા સાફ થઇ ગયા છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી પાર્ટીઓના ઘણા નેતાઓ તો જાણે કાંગ્રેસને જ સર્વ કર્તાહર્તા માનતા હોય તેમ પરિણામો પર આશ્ચર્ય વ્યક્ત કરતા પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. જ્યારે ઘણા નેતાઓતો વળી EVM પર પણ સવાલો ઉઠાવતા જોવા મળ્યા હતા જેને લઈને હવે ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશને પોતાની આગવી શૈલીમાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પણ આ લોકો હારે છે ત્યારે તેઓ ઈવીએમને જ દોષ આપે છે. તો શું તેમની બુદ્ધિ કામ નથી કરતી કે તેઓ આવા દોષ આપે છે.
નોંધનીય છે કે ભાજપના સાંસદ રવિ કિશન આજે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમની વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે ચર્ચા દરમિયાન જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ઇવીએમના કારણે કાંગ્રેસના હારી ગઇ છે. તે સાંભળીને તેમને જવાબ આપવાની જગ્યાએ તરતજ ઉગ્ર થઇ ગયા અને કહ્યું કે કાંગ્રેસે અગાઉ જે ભ્રષ્ટાચારનું તુષ્ટિકરણ કર્યું છે તેના પર આ જનતાનો પ્રતિસાદ છે. હવે તો આ કાંગ્રેસ પરિપક્વ વાતો કરે.
રવિ કિશન આટલેથી ના અટક્યા તેમણે તેમ પણ કહ્યું કે આ લોકો કેવી રીતે પોતાને નેતા કહે છે જે ઈવીએમ વિશે પણ આવી વાહિયાત વાતો કરે છે. જ્યારે તેઓ જીતે છે ત્યારે EVM સોનાનો ડબ્બો અને હારે તો ઈવીએમને દોષ આપે છે. દેશભરમાં લોકોએ સફળ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને સ્વીકાર્યા છે. અને લોકો સમજી ગયા છે કે ભાજપે લોકો માટે કયા કયા કા કર્યા છે.
નોંધનીય છે કે ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ વિપક્ષી પાર્ટીઓ ઈવીએમ પર સવાલો ઉઠાવી રહી છે. બસપા સુપ્રીમો માયાવતીએ તો વળી આ પરિણામોને ખૂબ જ વિચિત્ર અને આઘાતજનક ગણાવ્યા અને કહ્યું હતું કે કેવી રીતે પરિણામો ફક્ત એક જ પક્ષની તરફેણમાં આવી શકે છે.