નેશનલ

આ રાજ્યના સીએમ મિસિંગનો ટ્રેન્ડ કેમ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા પર…?

ચેન્નાઈ: હાલમાં તમિલનાડુમાં ભારે વરસાદના કારણે લોકોને ઘણી હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આટલા વરસાદ બાદ પણ તમિલનાડુના મુખ્ય પ્રધાન એકવાર પણ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા આવ્યા નથી. આથી સોશિયલ મીડિયા પર મિસિંગ સીએમ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ યુનિટે મિસિંગ સીએમ હેશટેગ શરૂ કર્યું અને પાર્ટી સમર્થકોએ તેમના સાથે મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.


આટલો વરસાદ આવ્યા બાદ સ્ટાલિને એકવાર કહ્યું હતું કે તે 20 ડિસેમ્બરે થૂથુકુડી અને તિરુનેવેલીની મુલાકાત લેશે. તેમજ તેમની આજની મુલાકાતનો હેતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અને રાજ્યના લોકો માટે પૂર રાહત વધારવાનો છે. જો કે હજુ સુધી મુખ્ય પ્રધાન તમિલનાડુની મુલાકાત લેવા આવ્યા નથી. ફક્ત વાતો જ કરે છે. આથી જ સોશિયલ મિડીયા પર મિસીંગ સીએમ ટ્રેન્ડ કરી રહ્યું છે.


ભાજપના એક નેતાએ લખ્યું હતું કે શું દક્ષિણ તમિલનાડુના લોકોનો નિસાસો સીએમ ક્યારેય સાંભળશે ખરા. અને નીચે લખ્યું હતું કે ‘ગુમ થયેલા સીએમ’ એમકે સ્ટાલિન.’ ભાજપના બીજા નેતાએ બીજી પોસ્ટમાં લખ્યું હતું કે ડિયર મિસિંગ સીએમ એમકે સ્ટાલિન નાટક બંધ કરો. પૂર રાહત માટે આપણા માનનીય વડા પ્રધાન મોદીને મળવા દિલ્હી જવાનો તમારો દાવો ખોટો સાબિત થયો છે. સત્ય એ છે કે આજે તમારી મુલાકાત દિલ્હીમાં I.N.D.I.A એલાયન્સની બેઠકમાં જવાનું પહેલેથી જ નક્કી હતું.


જો કે મંગળવારે રાત્રે સીએમ સ્ટાલિને ટ્વિટર પર પીએમ મોદી સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી. તેમણે પીએમ મોદીને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. મુખ્ય પ્રધાને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં તાજેતરના પૂરને પગલે રાહત કાર્ય માટે રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળમાંથી રૂ. 2,000 કરોડ આપવા વિનંતી કરી હતી. સ્ટાલિને જણાવ્યું હતું કે વડા પ્રધાને કહ્યું છે કે પૂરગ્રસ્ત લોકોને પુનર્વસન કાર્ય કરવામાં માટે કેન્દ્ર સરકાર મદદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button