TMKOC ફેમ આ અભિનેતાની બગડી તબિયત, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો…
ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltaah Chashma) છેલ્લા દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી ફેન્સનું મનોરંજન કરી રહી છે. દર્શકો આ ટીવી સિરીયલને એટલો પ્રેમ આપી રહ્યા છે કે નહીં પૂછો વાત. આ જ સિરીયલમાં રોશન સિંહ સોઢીનો રોલ કરનારા જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ (Gurucharan Singh)એ પોતાના ફેન્સ સાથે માઠા સમાચાર શેર કર્યા છે. એક્ટર હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેણે પોતાના બેડ પરથી ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આવો જોઈએ એક્ટરે શું કહ્યું છે આ વીડિયોમાં…
આ પણ વાંચો : એક એપિસોડ માટે આટલી ફી વસૂલે છે TMKOC નો આ કલાકાર, રોજ ખરીદી શકશો…
ગુરુચરણ સિંહ આસિત મોદીની ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો રોલ કરીને ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. પરંતુ બાદમાં એક્ટરે આ શો છોડી દીધો હતો. હાલમાં જ અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક્ટર હોસ્પિટલમાં દાખલ છે. ગુરુચરણે ફેન્સ અને નેટિઝન્સને ગુરુ ગોવિંદ સિંહ જયંતિની શુભેચ્છા પાઠવી હતી.
વીડિયોમાં એક્ટરે જણાવ્યું હતું કે હાલત ખૂબ જ ખરાબ છે, તમે જ જોઈ લો. રબ રખાં… એક્ટરે આગળ એવું પણ જણાવ્યું હતું કે તેઓ તેમના ફેન્સને જણાવશે કે તેમને શું થયું છે અને તેઓ કેમ ગુરુ પુરબની વધાઈ આપવામાં મોડા પડ્યા? વીડિયો શેર કરીને ગુરુચરણ સિંહે કેપ્શનમાં લખ્યું છે કે ગુરુ સાહેબજીએ મને નવું જીવન આપ્યું છે. ગુરુ સાહેબજીનો ખૂબ ખૂબ આભાર. એમને કારણે જ હું આજે તમારી સામે જીવતો છું. બધાને દિલની નમસ્કાર કરું છું. બધાનો આભાર.
આ પણ વાંચો : TMKOCનો કરોડો રૂપિયાના દેવામાં ડૂબેલો આ કલાકાર જીવી રહ્યો છે આવું જીવન…
ગુરુચરણ સિંહની આ હાલત જોઈને ફેન્સ એકદમ દુઃખી થઈ ગયા છે અને તેમને એક જ સવાલ સતાવી રહ્યો છે કે આખરે તેમના આ ફેવરેટ સ્ટારને થયું છે શું? અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુચરણ સિંહ છેલ્લાં થોડાક સમય પહેલાં અચાનક ગાયબ થઈ ગયો હતો. ઘરે પાછા ફર્યા બાદ ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે તેઓ કામની શોધમાં છે. વચ્ચે ગુરુચરણ તારક મહેતામાં પાછા ફરી રહ્યા છે છે એવા અહેવાલો પણ આવ્યા હતા. તેઓ પ્રોડ્યુસર આસિત મોદીને મળ્યા પણ હતા, પરંતુ કોઈ કારણ અનુસાર બાત નહીં બની.