નેશનલ

‘જગદીપ ધનખર માટે ખૂબ આદર, મિમિક્રી એ એક કળા છે’, તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જી

નવી દિલ્હી: સંસદ પરિસરમાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી મામલે રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પણ આ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી. હવે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું કે હું ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું ખૂબ સન્માન કરું છું. મારો તેને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. જ્યાં સુધી મિમિક્રીનો સવાલ છે, તે એક કળા છે.

મંગળવારે સાંસદો સસ્પેન્ડ થયા બાદ વિરોધ પક્ષોએ સાંસદના પરિસરમાં જ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમિક્રી કરતા જોવા મળ્યા હતા. વિડીયો શેર કરીને ભાજપે ઉપરાષ્ટ્રપતિની મજાક ઉડાવતા બેનર્જી અને રાહુલ ગાંધી બંનેની ટીકા કરી હતી.


નોંધનીય છે કે તૃણમૂલ સાંસદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની નકલ કરવાના વિવાદ વચ્ચે ભાજપ સહિત NDAના તમામ રાજ્યસભા સાંસદો ઉપરાષ્ટ્રપતિ સાથે એકતા દર્શાવવા અનોખું પ્રદર્શન કરશે. એનડીએના 109 સભ્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના સન્માનમાં એક કલાક ઊભા રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button